કોંગી કોર્પોરેટર અને કર્મચારી પંચાલ વચ્ચે જીભાજાેડી થતા મામલો પોલીસ સ્ટેશને પહાંેચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 11:53:17
  • Views : 295
  • Modified Date : 2021-01-23 11:53:17

સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની પેઢીની જેમ કામગીરી કરતા હોય છે. અરજદારની હાલત કેવી થતી હશે તેની કોઇ ચિંતા કરતા નથી. લાંબી લાઇનો લાગી હોય તો પણ મોબાઇલમાં મશગુલ કર્મીઓ પણ જાેયા છે. ત્યારે મહાપાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારીના જન્મના દાખલામાં ક્ષતિઓ દુર નહિ કરતા કોંગી કોર્પોરેટર અને કર્મચારી વચ્ચે જીભાજાેડી થતા કર્મીને ફડાકો ઝીંકી દેવામાં આવ્યો હતો. મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. પરંતુ બાદમાં સમાધાન થઇ ગયું હતું.
ગાંધીનગર મહાનગર વિસ્તારમાં રહેતા એક યુવકને વિદેશ જવાનંુ હોવાથી જન્મના દાખલામાં રહેલી ક્ષતિ દુર કરાવવા માટે મહાપાલિકાના જનસેવા કેન્દ્રમાં ગયો હતો. જ્યા ફરજ બજાવતા જશવંત
પંચાલને રજૂઆત કરી હતી.
પરંતુ કર્મચારી યુવકને ધક્કા ખવડાવતો હતો. જેમાં નામની સામે નામ લખવામાં આવ્યું ન હતું. જેના પરિણામે યુવકે
પોતાના વિસ્તારના કોંગી
કોર્પોરેટર ચિમન વિંઝુડાનો
સંપર્ક કર્યો હતો. કોર્પોરેટરે જશવંત પંચાલને ફોન કરીને દાખલામાં સુધારો કરવા જણાવ્યું હતું.
આ સમયે બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેને લઇને કોંગી કોર્પોરેટરે પોતાનો કંટ્રોલ ગુમાવતા કર્મચારી જશવંત પંચાલને ગાલ ઉપર તમાચો ચાંેડી દીધો હતો. આ વાતને લઇને મહાપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમણે પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા સોપો પડી ગયો હતો. જશવંત પંચાલ સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પણ
પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક નેતાઓ અને કર્મચારીઓની સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો.

Download Our B K News Today App



Related News