ધાનેરાના જીવાણાની પ્રાથમિક શાળા ક્ષતિગ્રસ્ત હાલતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 18:22:19
  • Views : 540
  • Modified Date : 2019-07-12 18:22:19

ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી અહીંયા વિકાસની હરણફાળ જોવા મળતી નથી અહીંયા શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે અને સ્કૂલની હાલત પણ દયનિય જોવા મળી રહી છે. જીવાણા ગામની જૂની પ્રાથમિક સ્કૂલ જેમાં 1 થી 4 ધોરણ ચાલી રહ્યા છે 346 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે  પણ શાળાની હાલત જોતા કયારે પણ કહી શકાય એમ નથી કે આ મકાન શાળા નું હોઈ શકે તમામ રૂમો ક્ષતિગ્રસ્ત થયેલા જોવા મળી રહ્યા છે દીવાલો અને છત ડેમેજ હોવા છતાં આ ડેમેજ દીવાલો વચ્ચે બાળકો માથે મોત લઈ ને અભ્યાસ કરી રહ્યા છે શાળાની અન્ય વાત કરવામાં આવે તો પીવાના પાણીના ટાકા ના ઢાકની હાલત પણ દયનિય બની છે. શાળા માં બાળકો માટે યોગ્ય સૌચાલયની સગવડ નથી આમ જો સીધી વાત કરવામાં આવે તો દરરોજ સ્કૂલના બાળકો માથે મોત લઈ ને અભ્યાસ લઈ રહ્યા છે બીજી તરફ સરકાર દ્વારા અપાઈ રહેલા મધ્યાનભોજનની હાલત તો આનાથી વધુ ગંભીર જોવા મળી છે ડેમેજ રૂમ અને ખુલ્લામાં બાળકો માટે ભોજન બનાવવામાં આવી રહ્યું છે મીડિયા નો કેમેરો સામે આવતા તત્કાલ ગંદકી સાફ કરવામાં સંચાલક લાગી ગયા હતા ત્યારે સવાલ એ પણ ઉભા થઇ રહ્યા છે કે સુ આ રીતે ભણશે ગુજરાત  ? સુ આવા ડેમેજ રૂમો માં માથે મોત લઈ ભણતા બાળકો માટે વહીવટીતંત્ર નવા રૂમો આપશે..ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ને લઈ ને જે દાવા કરવામાં આવ્યા છે જે અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે

Download Our B K News Today App



Related News