કમિશનર કચેરીના દાદરા ચડતી વેળાએ શ્વાસ ચડ્યા બાદ જેતપુરના તરુણનું મોત, સાયબર પોલીસને મોબાઇલ આપવા મિત્ર સાથે રાજકોટ આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 12:33:31
  • Views : 442
  • Modified Date : 2020-11-11 12:33:31

              શહેરમાં અપમૃત્યુના બે બનાવમાં જેતપુરના તરુણનું પોલીસ કમિશનર કચેરીમાં અને નવ દિવસ પહેલા ઝેરી દવા પી લેનાર યુવતીએ સારવારમાં દમ તોડ્યો છે.પોલીસ કમિશનર કચેરીમાં દાદરા ચડતી વેળાએ એક તરુણ અચાનક બેભાન થઇ ઢળી પડ્યો હતો. તરુણ સાથે રહેલા મિત્રએ બૂમાબૂમ કરતા પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તરુણને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તરુણનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક તરુણ જેતપુરના ખાખી મઢી પાછળ રહેતો આફતાબ અલ્તાફભાઇ શેખ હોવાનું અને તેની સાથે રહેલા યુવાનનું નામ સોયબ હોવાનું જાણવા મળ્યું હતું. સોયબની પૂછપરછ કરતા આફતાબે બે મહિના પહેલા ગોંડલના શખ્સ પાસેથી રૂ.4 હજારમાં મોબાઇલ ફોન લીધો હતો.જે મોબાઇલ ખોવાઇ જતા રાજકોટ સાયબર પોલીસમાં અરજી કરી હતી. જે મોબાઇલ મળી ગયા બાદ સાયબર સેલમાં જમા કરાવવા રાજકોટ આવ્યા હતા. દરમિયાન કચેરીના બીજે માળે જવા દાદરા ચડતા હતા. ત્યારે આફતાબને શ્વાસ ચડવા લાગ્યો હતો અને બેભાન થઇ ગયો હતો.અન્ય બનાવમાં કુવાડવા ગામે રહેતી ફોરમ દિલીપભાઇ ઢોલરિયા નામની યુવતીએ ગત તા.31ની બપોરે તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં નવ દિવસની સારવાર કારગત નહીં નિવડતા ફોરમે દમ તોડ્યો છે. કુવાડવા રોડ પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News