લાખણીના કોટડા ગામના ત્રણને ખોરાકી ઝેરની અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 11:20:10
  • Views : 409
  • Modified Date : 2019-12-05 11:20:10

લાખણી  તાલુકાના કોટડા ગામે રહેતા ઠાકોર પરિવારના ત્રણ સભ્યોને ખોરાકી ઝેરની અસર થતા સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાખણી તાલુકાના કોટડા ગામે રહેતા ઠાકોર પરિવાર દ્વારા બુધવારે પોતાના ઘરે ઘઉંમાં જીવજંતુ ના પડે તે માટે મુકેલી દવાની ટીકડીઓ ભૂલથી ઘઉં ભેગી દળાઈ ગઈ હતી. બાદમાં આ ઘઉંના લોટના રોટલા આરોગતા  થોડી વાર બાદ ઘરના સભ્યની તબિયત લથડી હતી. ઉલટી અને  ચકકર આવવા લાગતા આ તમામને તાબડતોડ સારવાર અર્થે ડીસામાં ડો.કેલાની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં  તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જેના પરિણામે ત્રણ સભ્યોને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે અને હાલમાં  તમામની તબિયત સુધારા ઉપર હોવાનું  ડો. કેલાએ જણાવ્યું હતું. કોટડા ગામના ઠાકોર પરિવારના ત્રણ સભ્યોની ખોરાકી ઝેરના કારણે તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને ઇમરજન્સી સારવાર મળતા  આ ત્રણની તબિયત હાલ સુધારા ઉપર છે.

Download Our B K News Today App



Related News