ડીસાના ગાયત્રી મંદિર નજીકથી ઝેરડાના યુવકની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:27:09
  • Views : 479
  • Modified Date : 2020-10-18 11:27:09

ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. જોકે, મૃતક યુવક ડીસા તાલુકાના ઝેરડા ગામનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
ડીસા હાઇવે પરના ગાયત્રી મંદિર સામે આવેલ જાહેર શૌચાલય આગળ શનિવારે વહેલી સવારે અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. જોકે, મૃતક યુવક ડીસા તાલુકાના ઝેરડા ગામનો (હાલ અમદાવાદ) રહીશ ગણેશભાઇ પશાભાઇ પરમાર (ઉ.વ. ૨૯)  હોવાની ઓળખ થઇ હતી. આ અંગેની જાણ થતાં જ ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં
પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક યુવકના
પરીવારજનો દોડી આવ્યા હતા. આ અંગે મૃતક યુવકના ભાઇ સુરેશભાઇ પશાભાઇ પરમારે ડીસા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News