માટીના કોડિયાને કોરોના ગ્રહણ વેપારમાં ઘટાડો થતા ઝેરડાના વેપારીને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 12:04:14
  • Views : 374
  • Modified Date : 2020-10-27 12:04:14

દિવાળી એ પ્રકાશનો પર્વ છે. લોકો દિવાળી નિમિતે અનેક ખરીદી બજારમાં કરતા હોય છે. પરંતુ તેની સાથે  દીવાની અચૂક ખરીદી કરે છે. અત્યારે અત્યાધુનિક લાઈટો અને પ્લાસ્ટિકના દીવાઓ હોવા છતાં પણ સમાજમાં કોડિયા દીવાનું મહત્વ અકબંધ છે. ડીસા તાલુકાના ઝેરડા ગામે બનતા કોડિયા ન માત્ર દેશમાં પણ વિદેશ સુધી દેશની સંસ્કૃતિને જીવત રાખે છે. પરંતુ કોરોના મહામારીમાં કોડિયાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
"કારીગરનો કોઈ ધર્મ નથી હોતો" આ કહેવત સાચી સાબિત થઇ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામે કે જ્યાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર દિવાળીના દીવા માટે કોડિયા બનાવે છે. વર્ષો પહેલા આ સુમરા પરિવાર પોતાના ગામ અને
આજુબાજુના ગામ માટે દિવાળી નિમિત્તે માટીમાંથી કોડિયા બનાવતા હતા. પરંતુ સમયની સાથે કોડિયાની માંગ વધી અને આ સુમરા પરિવાર દ્વારા આધુનિક મશીનોની મદદથી કોડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવી. આજે અહી મોટા પ્રમાણમાં દિવાળીમાં દીવા માટે કોડિયા બનાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન આ સુમરા પરિવાર કોડિયા બનાવે છે તેમ છતાં તેઓ માત્ર ૨૫ લાખ જેટલા જ કોડિયા બનાવી શકે છે.  જયારે તેમની પાસે ૧ કરોડ જેટલા કોડિયાની માંગ બજારમાં છે. આ વર્ષે કોરોના મહામારી હોવાના કારણે આ પરિવાર દ્વારા બનાવમાં આવેલ ૨૫ લાખ જેટલા કોડિયામાંથી માત્ર ૧૦ લાખ જેટલા જ કોડિયાનું જ વેચાણ થયું છે. જેથી આ વર્ષે સુમરા પરીવારને પણ મંદીનો માર સહેવાનો વારો આવ્યો છે. નવી ટેકનોલોજી અને ડિઝાઈન આધારિત કોડિયા આ સુમરા
પરિવાર બનાવે છે. તેઓ મુસ્લિમ છે પરંતુ હિંદુઓના સૌથી મોટા ગણાતા દિવાળીના તહેવારમાં તેમના દ્વારા બનાવેલા કોડિયા હિંદુ ભાઈઓના ઘરમાં પ્રકાશ ફેલાવે છે. તેના કારણે તેમનો આત્મા પણ ખુબ ખુશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય બજારમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હતું. પરંતુ સરકાર દ્વારા તેના પર મુકેલા અંકુશ બાદ તેનો  ફાયદો આ કારીગરોને થયો છે. સરકાર દ્વારા જે ગામડામાં જ રોજગારીની તકો સુમરા
પરિવાર દ્વારા ઉભી કરવામાં આવી હતી. ગામના જ આશરે ૪૦ જેટલા લોકો આ કામમાં જોડાયેલા હતા. રોજ આ કારીગરો ભેગા મળી ૨૦ હજાર જેટલા કોડિયા બનાવતા હતા અનેક લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહેતી હતી. ગામમાં જ રોજગારી મળી રહેતી હોવાથી સ્થાનિકોમાં પણ આનંદ હતા. મોરબીથી આવતી લાલ માટી અને તેની સાથે તળાવની માટી મેળવી તેનું પ્રોસેસિંગ કરી તેઓ કોડિયા બનાવે છે. પરંતુ ચાલુ વર્ષે ચાલી રહેલ કોરોના મહામારીમાં કોડિયાની માંગ ઘટી છે. જેથી ૪૦ માંથી ૧૫ કારીગરો કરી દીધા છે. કોરોનાના કારણે સુમરા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.

Download Our B K News Today App



Related News