ડીસામાં જીવદયા પ્રેમીઓએ સતર્કતાથી ગાડી ચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો; પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-02 19:15:53
  • Views : 321
  • Modified Date : 2022-11-02 19:15:53

 

ડીસામાં મોડી સાંજે બનાસપુલ પાસેથી ગેરકાયદેસર પશુઓનું ચામડું ભરીને જઈ રહેલી એક ગાડી પકડાઈ હતી. જીવદયા પ્રેમીઓએ આ ગાડીને પકડી પોલીસના હવાલે કરતાં ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ડીસામાં મોડી સાંજે ગેરકાયદેસર પશુઓનું ચામડું ભરીને ગાડી જઈ રહી હોવાની માહિતી મળતા જ જીવદયા પ્રેમી સતર્ક થઇ ગયા હતા અને બનાસ પુલ પાસે વોચ ગોઠવી ઉભા હતા. તે દરમિયાન ધાનેરા તરફથી એક શંકાસ્પદ જીપડાલુ આવતા તે ગાડીને ઉભી રખાવી તપાસ કરતાં તેમાં પશુઓનું ચામડું ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસે પ્રાથમિક તપાસ કરતા જીપડાલુ ધાનેરાથી ચાણસ્મા તરફ જઈ રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે જીપડાલા ચાલકને પોલીસ મથકે લઇ જઈ વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Download Our B K News Today App



Related News