ડીસા માર્કેટયાર્ડ નજીક થી જીવદયા પ્રેમીઓ એ ભેંસો ભરેલું જીપડાલું ઝડપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 11:01:47
  • Views : 268
  • Modified Date : 2022-06-17 11:01:47

 

સરહદી એવા બનાસકાંઠામાં મોટા પાયે અબોલ જીવો ને કતલખાને લઈ જવાની ગેરકાયદેસર પ્રવુતિ લાંબા સમય થી ચાલી રહી છે જોકે જીવદયા પ્રેમીઓ ની જાગૃતતા થી અનેક વાર આવા અબોલ જીવો ને બચાવી લેવા આવે છે ત્યારે જીવદયા પ્રેમીઓ એ ડીસા માર્કટયાર્ડ નજીક માહિતી આધારે એક ભેસો અને પાડા ભરેલું જીપડાલું ઝડપી પાડ્યું  હતું

 

ડીસાના ઝેરડા નજીક જીવદયા પ્રેમી હિમાલયભાઈ ,મનીષભાઈ ભાટ,અને મગસીભાઈ ઝેરડા ત્રણ રસ્તા નજીક ચા પિતા હતા તે દરમિયાન હકીકત મળેલ કે ધાનેરા તરફથી એક જીપડાલું નંબર જીજે ૦૧ bx ૮૦૮૬ ડીસા તરફ આવી રહ્યું છે જે આધારે જીવદયા પ્રેમીઓ ડિસા માર્કેટયાર્ડ નજીક આ જીપડાલા ને ઝડપી પાડ્યું હતું અને જીપડાલામાં તપાસ કરતા બે ભેંસો અને એક પાડો ક્રૂરતા પૂર્વક ભરેલા હતા..તેમજ તેમાં ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી હતી નહિ..જેથી જીવદયા પ્રેમીઓ આ જીપડાલા ના ચાલક નું નામ પૂછતાં રામાભાઈ શકંરભાઈ ગવરિયા માલૂમ પડ્યું હતું જ્યારે તેંની પાસે હેરાફેરીનું કોઈ સક્ષમ અધિકારીનું લાયસન્સ પણ હતું નહિ.. ત્યારે બે ભેંસ અને એક પાડો કતલખાને લઈ જતો હોવાનું ધ્યાને આવતા આ બાબતે હિમાલયભાઈ માલોસનીયાએ ડીસા તાલુકા પોલીસ મથકે રામાભાઈ સંકરભાઈ ગવારિયા અને સકરભાઈ ચતરાભાઈ ગવારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે પશુક્રુરતા અધિનિયમન હેઠળ બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News