ડીસા થેરવાડા ગામે એક ગૌવંશ બિમાર હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓએ ગૌવંશને સારવાર માટે ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-10 11:22:23
  • Views : 283
  • Modified Date : 2021-02-10 11:22:23

    બનાસકાંઠાના ડીસા  થેરવાડા ગામે એક ગૌ વંશ બિમાર હાલતમાં મળી આવતા જીવદયાપ્રેમી મહાવીર ભાઇ શાહ દ્વારા બનાસકાંઠાની બે મોટી ગૌ શાળાનો સંપર્ક કરતા ત્યાંથી સારવાર આપવાનીના પાડવામાં આવી હતી અને જણાવ્યું હતું કે અમારા ત્યાં માત્ર દેશી ગાયની સેવા કરવામાં આવે છે ત્યારે મહાવીર ભાઇ શાહ અને થેરવાડા ગ્રામજનો દ્વારા રાજપુર પાંજરાપોળના સક્રિય કાર્યકર્તા આશિષભાઈ કાંકરિયાને ટેલીફોનીક સંપર્ક કરતા આશિષભાઈએ તાત્કાલિક રાજપુર ડીસા પાંજરાપોળથી એમ્બ્યુલસ મોકલી હતી અને આ ગૌવંશને સારવાર માટે ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યુ હતું અને  મહાવીર ભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ગૌશાળા સંચાલકોએ હાથ ઉપર કરી દેતા અમોએ આશિષભાઈ કાંકરિયાને ટેલીફોનીક સંપર્ક કરતા આજે આ ગૌવંશને નવું જીવનદાન મળ્યું છે. થેરવાડા ગ્રામજનોએ ઇમર્જન્સિ સેવા  બદલ આશિષભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News