જેડાપરાની જાનકી ઘોડી નૃત્યકલામાં દેશમાં દ્વિતીય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 17:54:14
  • Views : 687
  • Modified Date : 2019-12-28 17:54:14

કાંકરેજ તાલુકાના જેડાપરા ગામના શ્રવ‌ણજી ઠાકોરની જાનકી ઘોડીએ મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે 24 ડિસેમ્બરે યોજાયેલ નૃત્યકલા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 900 જાતવાન સ્પર્ધકોમાં જાનકીએ દ્વિતીય સ્થાન મેળવી રૂ.51 હજારનો પુરસ્કાર મેળવ્યો હતો.આમ મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે 24 ડિસેમ્બરે અશ્વ નૃત્ય સ્પર્ધા ચેતક ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં અલગ-અલગ રાજ્યોના 900 અશ્વોએ ભાગ લીધો હતો. જેમાં કાંકરેજ તાલુકાના જેડાપરા (રાનેર)ના શ્રવણજી ઠાકોરની જાનકી ઘોડીએ પણ ભાગ લીધો હતો. આ જાનકીએ સ્પર્ધામાં બીજો નંબર મેળવીને બનાસકાંઠા અને કાંકરેજના થરાનું ગૌરવ વધારી રૂ. 51,000 નો પુરસ્કાર મેળવ્યો હતો. આ પ્રસંગે બનાસબેંક થરા (શાખા)ના ઇસ્પેક્ટર સી.વી.ઠાકોર, અમૃત વી.ઠાકોર, વેણાજી ઠાકોર સહિત સાથી મિત્રો દ્વારા જાનકી ઘોડીના માલિક શ્રવણજી વાઘેલાનું ફુલહાર અને સાલથી સન્માન કરાયું હતું.આમ જાનકીએ ગત વર્ષે પણ દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આમ આ પ્રસંગે શ્રવણજી ઠાકોરએ જણાવ્યું કે ‘મારી જાનકી ઘોડીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્પર્ધામાં દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તે વખતના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે અવોર્ડ મેળવ્યો હતો. જ્યારે ચાલુ સાલે 24 ડિસેમ્બરે મહારાષ્ટ્રના સારંગખેડામાં યોજાયેલી ચેતક અશ્વ નૃત્ય સ્પર્ધામાં દેશમાં દ્વિતીય સ્થાન સાથે રૂ.51 હજારનુ રોકડ ઇનામ મેળવ્યું છે.’

Download Our B K News Today App



Related News