થરાદના રાહ ગામે ગામતળની જગ્યામાં બનાવેલા શોપિંગ સેન્ટર ઉપર જેસીબી ફરી વળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:32:58
  • Views : 438
  • Modified Date : 2021-02-13 11:32:58

થરાદ તાલુકાના રાહ ગામમાં પંચાયતની ગામ તળ જમીન માં પંચાયતના સભ્યો અને તેમના મળતિયાઓ  દ્વારા જે તેર દુકાનોનું શોપિંગ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું તે શુક્રવારે તાલુકા વિકાસ અધિકારીની નોટિસ અને સૂચનાના આધારે  દબાણકારોએ જાતે જ જીસીબી લાવી તોડવાની કામગીરી હાથ ધરી હતી.
 રાહ ગામમાં પંચાયતના સભ્યોએ રાહની પંચાયતની ગામ તળ જમીનમાં શોપિંગ સેન્ટર ઉભુ કર્યુ હતું અને ત્યારે  ગામમાં ઉહાપોહ  સર્જાયો હતો. જેમાં દુકાનના ખોટા દસ્તાવેજાે ઉભા કરીને પંચાયતનામાં અકારણી  ચઢાવવાનો તખ્તો ગોઠવાયો હતો પરંતુ પંચાયતના બીજા સભ્યોને ખબર પડતા આ અંગે પંચાયત  બેડામાં ખળભળાટ મચ્યો હતો. એ લોકોએ  થરાદ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઇ માળી, મામલતદાર અને નાયબ કલેકટર કચેરીમાં શોપિંગ સેન્ટર ખોટું બનાવવામાં આવ્યું છે તેવું આવેદનપત્ર આપ્યું હતું. રાહ ગ્રામ
પંચાયતના સભ્યો  દ્વારા  ૨૦ જાન્યુઆરીના દિવસે ગ્રામ
પંચાયતમાં એક મીટિંગ રાખવામાં આવી હતી. તેમાં  બનાવટી આકારણીઓ
પંચાયતમાં ચડાવવાનો વિરોધ થયો હતો અને મામલો બિચક્યો હતો. આથી બીજા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી  કે બીજા સભ્યો અને તેના મળતિયા માણસોએ ખોટું કર્યું છે તેના સામે કાયદેસરની તટસ્થ તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી ન્યાયની માંગણી કરી હતી. જેને લઇને તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીએ શોપિંગ સેન્ટર બનાવનાર લોકોને નોટિસ આપી અને શોપિંગ સેન્ટરને તોડી નાંખી ગામ તળની જગ્યા ખુલ્લી કરવાની  સુચના આપી હતી. આથી રાહના ભુમાફીયાઓ અને કૌભાંડીઓમાં  ફફડાટ મચી જવા પામ્યો હતો. તેમણે જાતે જ જીસીબી લાવીને સોંપીગ સેન્ટર  તોડવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News