ગાંધીનગરના રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા દબાણ ઃ ગોકુળપુરામાં ૩૦૦ થી વધુ ઘરો પર જે.સી.બી. ફરી વળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:23:48
  • Views : 370
  • Modified Date : 2020-10-10 11:23:48

ગાંધીનગર ક રોડ ઉપર આવેલા અને આધુનિક રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ગોકુળપુરામાં તંત્ર દ્વારા દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરના રેલવે સ્ટેશન
ઉપર પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ત્યારે મહાત્મા મંદિરની
આજુબાજુ અંદાજીત ૩૦૦ ઝૂંપડા વિકસિત થઇ ગયા હતા. આ મકાનોમાં ગેરકાયદેસર બંધાયેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના તમામ મકાનમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલા હતા. ત્યારે આ મીટર કેવી રીતે આપવામાં આવ્યા તે એક મહત્વની બાબત છે, જેના ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. જ્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોએ ઘર ખાલી કર્યા ન હતા. હાઈકોર્ટનો ઓર્ડર અને નોટિસ આપી હોવા છતાં પણ ઘર ખાલી ન કરતાં છેવટે તંત્રે બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું ત્યારે રહેવાસીઓએ ઉડતા ઘોડે ઘરમાંથી સામાન કાઢવાનો શરૂ કર્યો હતો. કેટલાક ઘરોમાં તો સામાન લેતા લેતા બુલડોઝર ફરી ગયું હતું.
હાઇકોર્ટ દ્વારા આ દબાણ દૂર કરવાનો આદેશ આપ્યા બાદ ગાંધીનગરનું તંત્ર ત્રાટકયું હતું અને તમામ ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
મહાત્મા મંદિરની પાછળ ફાઇવટાર હોટલ બની રહી છે જેને દુનિયામાં નામના મળવાની છે. ત્યારે તેની આગળના ભાગમાં મોટા પ્રમાણમાં ઝૂપડપટ્ટી વિસ્તાર ઉભો થયેલો હતો. આ કામગીરીમાં મોટી સંખ્યામાં
પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયરની ટીમ ટોરેન્ટ પાવરની ટીમ પણ ઉપસ્થિત રહી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને. ગેરકાયદેસર જગ્યામાં લોકો દ્વારા કાચા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. ૩૦૦ જેટલા લોકોએ સરકારી જમીન ઉપર ઝૂપડા બાંધી વસવાટ કર્યો હતો. ત્યારે ગત રોજ વહેલી સવારથી જ ગાંધીનગરના વહીવટીતંત્ર દ્વારા ઝૂપડપટ્ટી દૂર કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી હજુ આગળના બે ત્રણ દિવસ સુધી ચાલશે. સરકારે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે મકાનો ફાળવ્યા છે. તેમાં અમુક લોકોનો સમાવેશ કરાયો નથી. પોલીસ કાફલાની સુરક્ષા વચ્ચે
વહીવટીતંત્રે તંબૂ તાણીને દબાણ દૂર કરવા અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં મોટાભાગના લોકો સ્વેચ્છાએ પોતાનો સામાન લઇને રવાના થઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News