જય વીરૂની જોડીની સરકારના સફળતાના પાંચ વર્ષ રાજ્યમાં ૯ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 14:50:21
  • Views : 310
  • Modified Date : 2021-07-30 14:50:21

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરાશે. સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકારનું આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન છે.

 

૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી

-       તા.૧ ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ અન્વયે શિક્ષણના વિકાસકાર્યો- ગુણવત્તાસભર અને અદ્યતન સુવિધાયુકત શિક્ષણના લાભ-સહાય રૂ. ૩૨૩ કરોડ

-       તા.ર ઓગસ્ટે નાના-ગરીબ-વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે પ૦૦ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે ૪૯૪૧ અનાથ-નિરાધાર બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય

-       તા. ૩ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.રપ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દીઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે

-       તા.૪ ઓગસ્ટે રાજ્યના ૧૦ હજાર સખી મંડળોની ૧ લાખ બહેનોને રૂ. ૧૦૦ કરોડ સહાય રાજ્ય સરકાર વગર વ્યાજે આપશે

-       તા.પ મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ૩૦૨૫ ખેડૂતોને રૂ. ૫.૧૮ કરોડનું સહાય વિતરણ ? ૧૪૦૦ ગામોના ૧ લાખ ૧૦ હજાર ખેડૂતોને દિવસે વીજળી કિસાન સૂર્યોદય યોજના અન્વયે અપાશે

-   કોરોનાના કપરાકાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી-રાજ્યના પ૦હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂંક પત્રો તા. ૬ ઓગસ્ટ રોજગાર દિવસે અપાશે

-    તા.૭ ઓગસ્ટે વિકાસ દિવસ અન્વયે હિંમતનગરમાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના ૧૦૦૦ સરપંચોનું સન્માન-૧૦૦ થી વધુ ઁજીછ પ્લાન્ટ

લોકાર્પણ-કોરોના વોરિયર્સના સન્માન થશે. આ ઉપરાંત તા.૭મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહ ‘વતન પ્રેમ‘ નવતર યોજનાનો પ્રારંભ અને રૂ. ૩૯૦૬ કરોડના મોટા પ્રોજેકટના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

-     તા.૮ મી ઓગસ્ટે પાંચ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામો શહેરી વિસ્તારોમાં

લોકાર્પણ-શુભારંભ શહેરી જનસુખાકારી દિવસે થશે

-   તા.૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ. ૮૧૭ કરોડના વિવિધ ૧૮૬ વિકાસ કામો હાથ ધરાશે

કાર્યક્રમ ની  રૂપરેખા

૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ

૨ ઓગસ્ટ સંવેદના દિવસ

૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ

૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ

 ૫ ઓગસ્ટ કિસાન  સન્માન દિવસ

૬ ઓગસ્ટ રોજગાર દિવસ 

૭ ઓગસ્ટ વિકાસ દિવસ 

૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ

૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે

Download Our B K News Today App



Related News