બનાસકાંઠામાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 11:22:07
  • Views : 436
  • Modified Date : 2019-08-26 11:22:07

બનાસકાંઠામાં શનિવારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં  પણ  શોભાયાત્રા  નીકાળી મટકીઓ ફોડવામાં આવી હતી. જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ  ઉમટી પડ્યા હતા. આમ સમગ્ર  જિલ્લો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
પાલનપુરમાં પથ્થરસડક રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. જે શોભાયાત્રામાં જય રણછોડમાખણચોર...ગોકુળમાં કોણ છે.. રાજા રણછોડ છે. ના ગગનભેદી  જયઘોષ  વચ્ચે શોભાયાત્રા  જેમજેમ આગળ વધતી ગઈ  તેમતેમ  વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા હતા. શોભાયાત્રાનું
પરંપરાગત રૂટ ઉપર પરિભ્રમણ કરાવાયું હતું. માર્ગમાં ઠેરઠેર સ્વાગત કરાયું હતું. જ્યાં રસ્તાઓ  ઉપર બાંધેલી 
મટકીઓ ગોવાળિયાઓ દ્વારા પિરામિડો રચી ફોડતા હતા. ત્યારે આજુબાજુના મકાનોની અગાસી ઉપરથી લોકો પાણી નાંખતા હતા. જયઘોષ વચ્ચે સાંજના  સુમારે શોભાયાત્રા નીજમંદિરે પરત ફરી હતી  અને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરાયા હતા.
આમ ડીસામાં પણ ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતી નિમિતે ડીસા શહેરમાં વિશ્વ હિન્દુ
પરિષદ અને બજરંગદળ દ્વારા વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં શહેરના  માર્ગો ''જય રણછોડ, માખણ ચોર'' ના નાદથી ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત શહેરના વિવિધ શેરી-મહોલ્લામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડીસા શહેરના રામજી મંદિર ખાતે   નિર્મલપુરીજી (રામપુરા મઠ), પ્રવિણભાઇ માળી (પૂર્વ પ્રમુખ,નગરપાલિકા), રમેશભાઇ દેલવાડીયા, સંજયભાઇ બ્રહ્મભટ્ટ, ચેતનભાઇ ત્રિવેદી, ડા. અજયભાઇ જોષી, રાજુભાઇ ઠકકર, ગફુલભાઇ દેસાઇ, બળદેવભાઇ રાયકા, કમલેશભાઇ ઠક્કર (શિવસેના), શૈલેષભાઇ સિસોદિયા, હિતેશભાઇ મોઢ સહિતના આગેવાનો અને નગરજનોએ  શ્રી કૃષ્ણ  ભગવાનની  આરતી  કરી શોભાયાત્રાને  પ્રસ્થાન કરાવી હતી. જે શોભાયાત્રા શહેરના માર્ગો  પર  ફરતા  વિવિધ  સંગઠનો દ્વારા સ્વાગત અને પાણીની  વ્યવસ્થા  કરવામાં  આવી હતી.  જે શોભાયાત્રા દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. શર્મા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં શોભાયાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરીષદના અશોકભાઈ ખત્રી, જયેશભાઇ દેસાઇ, મહેન્દ્રભાઇ માળી, રાજકુમાર ચક્રવર્તી સહિત કાર્યકરો અને નગરજનો જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News