ધોળે દિવસે ડીસાના જ્વેલર્સમાં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-28 11:13:14
  • Views : 771
  • Modified Date : 2019-07-28 11:13:14

ડીસા શહેરમાં આવેલા જલારામ જ્વેલર્સ ખાતે ખરીદી કરવા ગયેલા ઠાકોર દંપતીની આંખોમાં ધૂળ નાખી એક ગઠિયો ૨૫ હજારની કિંમતની સોનાની બુટ્ટી અને ૮૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કપડાં ભરેલું લેડીઝ પર્સ લઈને છૂમંતર થયો હતો.
બનાસકાંઠા સહિત ડીસા શહેરમાં વધતી જતી ચોરી અને ચિલ ઝડપ ની ઘટનાઓ  ખૂબ વધી રહી છે ત્યારે  આજે વધુ એક ઘટના ડીસા શહેરના લેખરાજ ચાર રસ્તા નજીક બની છે.  ડીસા શહેરના અમૃત નગર વિસ્તારમાં રહેતા અને દિયોદર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ ઠાકોર તેમની પÂત્ન સાથે શુક્રવારે સાંજે ડીસા શહેરના લેખરાજ ચાર રસ્તા નજીક આવેલી જલારામ જ્વેલર્સની દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કરવા માટે ગાયેલા જીતેન્દ્રભાઈ ઠાકોર અને તેમની પÂત્નએ જલારામ જ્વેલર્સમાંથી ૨૫ હજારની કિંમતની સોનાની બ્યુટી ખરીદી કરી હતી અને તેમની સાથે રહેલા પર્સમાં  મૂકીને અન્ય દાગીના જોઈ રહ્યા હતા. તે દરમિયાન દુકાનના દરવાજા પાસે આ દંપતીની નજર ચૂકવીને આવેલો એક ગઠિયો સોનાની બુટ્ટી મૂકેલું પર્સ ઉઠાવીને છૂમંતર  થઈ ગયો હતો. અત્યારનો ગઠિયો  જે
પર્સ ઉઠાવી ગયો હતો તે પર્સમાં ૨૫ હજારની કિંમતની બે જોડી સોનાની બુટ્ટી તેમજ આઠ હજારની કિંમતનો મોબાઈલ ફોન હતો.
આ ઉપરાંત આ પર્સમાં અગત્યના દસ્તાવેજ અને કપડાં હતા. ઘટના ઉઠાંતરી કરી ગયા બાદ જ્યારે આ દંપતિ દુકાન છોડી રહ્યું હતું ત્યારે તેમનું પર્સ ન મળતા તેમણે   આસપાસ શોધ ખોળ કરી હતી અને તેમ છતાંય પર્સની કોઈ જ ભાળ ન મળતા આ દંપતીએ જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં અંદાજિત ૧૦ થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતો એક અજાણ્યો ગઠિયો આ
દંપતિનું પર્સ ઉઠાવતો કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ મામલે જીતેન્દ્ર ભાઈ ઠાકોરે ડીસા ઉત્તર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News