ધાનેરામાં ટ્રાફિક પોલિસ આરામમાં અને ટ્રાફિક ટી.આર.પી જવાનોના ભરોશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-12 11:58:08
  • Views : 624
  • Modified Date : 2020-07-12 11:58:08

ધાનેરામાં લોકડાઉન સરુ થતાંજ ધાનેરાની પોલિસ માત્ર ને માત્ર આરામ ફરમાવતી હોવાના તેમજ માસ્કના નામે રોકડી કરતી હોવાના વિડીયો વાયરલ થયેલ જોવા મળી રહ્યા છે. અને હાલમાં પણ પોલિસ માત્ર રોકડી કરવાજ બહાર આવે છે તે સિવાય ટ્રાફિક પોલિસ ના બદલે રસ્તાઓ તેમજ અન્ય જગ્યાએ માત્ર ટી.આર.પી. જવાનો અને તાલીમાર્થી મહીલાઓને મુકી દેવામાં આવી છે.  ધાનેરામાં પોલિસ ઉપર છેલ્લા છ મહીનાથી અનેક પ્રકારના જાહેરમાં માછલા ધોવાઇ રહ્યા છે તે પછી ટ્રાફિક ની બાબત હોય કે દારુની બાબત હોત પોલિસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે આક્રોસ પણ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જ્યારથી ટ્રાફિક માં જે લોકો મુકવામાં આવ્યા છે તે ક્યાંય દેખાતા નથી અને આ શહેર નુ ટ્રાફિક માત્રને માત્ર ટી.આર.પી જવાનો અને તાલીમાર્થી મહીલાઓને ભરોસે મુકી દેવામાં આવેલ છે. આ ટ્રાફિકના જમાદારો માત્ર મહીનાના પ્રથમ પાંચ દિવસ દેખા દેતા હોય છે કે પછી પોલિસની ગાડી લઇને હાઇવે ઉપર રોકડી કરતા નજરે પડતા હોવાના અને પાવતી વગર લોકો પાસેથી રોકડી કરતાના વિડીયો પણ વાયરલ થવા પામેલ છે તેમ છતાં ધાનેરા પી.આઇ. ડાભી દ્વારા આવા લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી કે તેમને ટ્રાફિકમાંથી બદલવામાં પણ આવતા નથી.


ટ્રાફિકવાળા હપ્તા આપતા વાહનોને રોકતા પણ નથી. વિપુલભાઇ (વેપારી)

ધાનેરામાં ટ્રાફિક પોલિસના જમાદારો દ્વારા પ્રાઇવેટ ગાડીમાં પરીવાર હોય કે બાઇક ઉપર એકલો માણસ હોય તો સરકારની ગાઇડલાઇન મુજબ તેની પાસેથી દંડ ના વસુલવો ત્યારે ધાનેરા પોલિસ દ્વારા આવા લોકો પાસેથીજ દંડ વસુલવામાં આવી રહ્યા છે અને જે પેસેન્જર ગાડીઓ છે તે બેફામ ખીચોખીચ પેસેજ્નર ભરીને તેમની નજર સામે જતી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી કેમ કે આ ગાડી ચાલકો પાસેથી પોલિસ દર મહીને ૧૦૦૦ નો હપ્તો વસુલ કરે છે. અને આ બાબતે અમાંએ પોલિસવડાની કચેરી ખાતે પણ ૧૦૦ નંબર ઉપર એક વખત જાણ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે તો આવા લોકો અને તેમને છાવરનાર અધિકારીને એ.સી.બી. દ્વારા જ ટ્રેપ કરીને જેલના હવાલે કરવા જોઇએ

પી.આઇ. પણ આ લોકો સિવાય કોઇને ટ્રાફિક આપતા નથી- એક પોલિસકર્મી (ધાનેરા).

ધાનેરા પોલિસ મથકના એક પોલિસ કર્મી દ્વારા નામ ન આપવાની સરતે જણાવેલ કે આ લોકો ખુલ્લેઆમ લુટ ચલાવે છે તે બાબતે અનેક લોકોની રજુઆતો અમારા સાહેબ જોડે આવી છે. પરંતુ તેઓ ક્યા કારણોસર કેમ પગલાં લેતા નથી તે નથી સમજાતુ અને બીજા કેટલાય લોકો છે તેમને આ ટ્રાફિકમાં મુકવામાં પણ નથી આવતા  અને લોકોની ફરીયાદો સાચી છે અને આ બાબતે ધારાસભ્ય અને અન્ય અગ્રણીઓ દ્વારા પણ રજુઆત કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News