પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીના જવાનોએ કર્યુ મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:31:31
  • Views : 636
  • Modified Date : 2019-04-16 06:31:31

બનાસકાંઠા લોકોસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સોમવારે
પાલનપુર પોલીસ પરેડા ગ્રાઉન્ડ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીના જવાનોએ
પોતાનું મતદાન કર્યુ હતું.
૨૩ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેથી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને બુથ તેમજ પેટ્રોલિંગના પોઈન્ટો ફાળવી ફરજ આપવામાં અવી છે. જેથી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે
પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા મતદાન કરી પોતાના મતાઅધિકારનો
ઉપયોગ કર્યો હતો.

Download Our B K News Today App



Related News