પાલનપુરના ગોળા-અસ્માપુરા ગામે નિવૃત જવાનનું સામૈયું કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:12:06
  • Views : 506
  • Modified Date : 2019-04-08 06:12:06

 પાલનપુર તાલુકાના ગોળા-અસ્માપુરા ગામના જવાન ઈન્ડીયન આર્મીમાં પોતાની ફરજ પુરી કરી વય નિવૃત થયા છે. જેથી પોતાના માદરે વતન પરત ફરતાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી તેમનું સામૈયું કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા.
પાલનપુર તાલુકાના ગોળા-અસ્માપુરા ગામના વતની અને ઈન્ડીયન આર્મીમાં ફરજ બજાવતા લાખનસિંહ  ગુલાબસિંહ રાણા આર્મીમાં
પોતાની ફરજ પુરી કરી વય નિવૃત થયા છે. સારી રીતે ફરજ પુર કરી નિવૃત થતા તે પોતાના વતનમાં પરત ફર્યા હતા. જેથી દેશની સરહદ ઉપરથી સહી સલામત લાખનસિંહ પરત ફરતાં પરિવારજનો ભાવૂક થયા હતા. પરત આવેલા જવાનનું ગ્રાજનનો દ્વારા વરઘોડુ કાઢી સામૈયુ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જાડાયા હતા. આ અંગે લાખનસિંહ  ગુલાબસિંહ રાણાએ જણાવ્યુ હતું. કે હુ ઈન્ડીયન આર્મીમાં ૨૦૦૨થી ૨૦૧૯ના સમય ગાળા દરમિયાન ૧૫૯ ફિલ્ડ રેજીમેન્ટમાંથી નિવૃત થયો છુ. મને ઈન્ડીયન આર્મીમાં સર્વિસ કરવાનો મોકો મળ્યો જેથી મે મારી ઈમાદારી અને વફાદારીથી નોકરી પુરી કરી આજે હુ મારા વતન પરત આવ્યો છે. જેથી મને તે વાતની ખુશી છે.



Download Our B K News Today App



Related News