સી.આર.પી.એફ.નો જવાન માર્ગ અકસ્માતમાં શહીદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 11:53:37
  • Views : 525
  • Modified Date : 2019-09-28 11:53:37

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામના ચૌધરી (પટેલ)  ફલજીભાઈ સરદારભાઈ છેલ્લાં  દસેક વર્ષથી સી.આર.પી.એફ.માં ફરજ બજાવતા હતા. ત્યારે તારીખ ૨૬-૦૯-૨૦૧૯ના રોજ પૂર્વ મંત્રી હંસરાજભાઈ આહીરની રાડીમાં કમાન્ડો તરીકે ગાડીમાં બેસીને આવી રહ્યા હતા. ત્યારે નાગપુર બાજુ તેમની ગાડીનો અકસ્માત થતા આ જવાનનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. તેમજ ગાડીના ડાઈવરનું પણ મોત થવા પામ્યું હતુ અને ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ત્યારબાદ આ જવાના પાર્થીવ દેહને નાગપુરથી અમદાવાદ પ્લેન દ્વારા લાવવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ અમદાવાદથી સી.આર.પી.એફ.ની ગાડીમાં બટાલીયન સાથે તેમના માદરે વતન લાવ્યા હતા.
આ જવાનના પાર્થીવ દેહને વતને લાવ્યા બાદ તેમના ઘરે પરિવારજનો દ્વારા સામાજિક રિતરીવાજ મુજબ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પાર્થીવ દેહને ફુલ હારથી સણગારી ડી.જે.ની સાથે વાજતે-ગાજતે દેશભÂક્તના ગીતો વગાડી અંતિમધામ સુધી આ જવાનની અંતિમયાત્રામાં હજારોની
સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ દુઃખદ સમાચાર સાંભળતા  આખા ગામમાં
શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારબાદ આ જવાનને અંતિમધામની અંદર સી.આર.પી.એફ. ના
જવાનો, છાપી પોલીસના જવાનો, સ્ટાફ તેમજ તેમના પરિવાર દ્વારા પુષ્પોની અંતિમ શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ હાથમાં ત્રિરંગો રાખી સલામી આપવામાં આવી હતી. આ શહીદ જવાનને તેમના સી.આર.પી.એફ. ના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ધ ઓનરથી શ્રધ્ધાંજલિ આપવામાં આવી  હતી.

Download Our B K News Today App



Related News