મંગળવારે વહેલી સવારે બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત થયા, અનેક મકાનોને નુકશાન ગાર્ડન સીટીમાં વર્ષોથી ધગધગતો જ્વાળામુખી ફાટ્યો, ૧ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:53:39
  • Views : 312
  • Modified Date : 2020-12-23 11:53:39

કલોલ શહેરમાં બનેલી બિલ્ડીંગોની નીચે અનેક વર્ષોથી જ્વાળામુખી ધગધગી રહ્યો છે. પરંતુ ભ્રષ્ટતંત્રના આંખે ગાંધારી પાટા બાંધેલા હોવાથી કઇ જ દેખાતુ નથી. એક વર્ષ પહેલા મકાનોમાં આગની જ્યોત સળગતી જાેવા મળતી હતી. ઓએનજીસીના અધિકારીઓ અને સરકારી તંત્ર માત્ર
તપાસના તાયફાઓ કરી જતુ રહેતુ હતુ. પંચવટી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાન જમીનદોસ્ત થયા હતા. જ્યારે સત્તાવાર આંકડા પ્રમાણે એક વ્યક્તિનુ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
કલોલ શહેરમાં આવેલા
પંચવટી વિસ્તારની ગાર્ડન સીટી બંગ્લોજમાં મંગળવારે વહેલી સવારે ભેદી ધડાકો થતા આસપસના લોકો દોડી આવ્યા હતા. ધડાકાના અવાજથી કડકડતી ઠંડીમાં લોકો બહાર નિકળી ગયા હતા. જ્યારે બહાર નિકળી તાગ મેળવતા લોકો ડઘાઇ ગયા હતા. સોસાયટીમાં આવેલી ઓએનજીસીની લાઇનો પસાર થયા છે, પરિણામે બ્લાસ્ટ થયો હોવાનુ પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યુ છે. પરંતુ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયંકર હતી કે, આજુબાજુના ૫૦ મકાનોને નુકશાન થયુ હતુ. સોસાયટીમાં પાર્ક કરવામાં આવેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવમાં એક ૨૭ વર્ષિય યુવક અમિત જનકભાઇ દવેનુ મલત થયુ હતુ. જયારે ૨૫ વર્ષિય પિનલ અમિત દવે અને હંસાબેન વિરેન્દ્રભાઇ દવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે
હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News