ચુનાવી ઘોષણાપત્ર મતદાનની તારીખઃ૨૩-૪-૨૦૧૯ જાતિવાદને આપો જાકારો, માનવતાને આપો આવકારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:28:06
  • Views : 573
  • Modified Date : 2019-04-19 05:28:06

મારા વ્હાલા મતદાતાઓ,
૨- બનાસકાંઠા લોકસભા વિસ્તારના અપક્ષ ઉમેદવાર તરીકે સર્વે સમાજના અગ્રણીઓના આશીર્વાદ અને આવકાર મળ્યા બદલ તેમનો આભાર માનું છું અને આપ સૌને ખાત્રી આપું છું કે ગ્રામપંચાયતથી સંસદ સુધી કોઇપણ જાતિ-વાદ કે પક્ષ-વાદના ભેદભાવ રાખ્યા વગર દરેકે દરેક પ્રશ્નોને પ્રજાના હિતમાં ઉકેલવાની પુર જાર કોશિશ કરીશ.
મારા પરીચયમાં આપ સૌને જણાવું છું કે હું ભારતની સર્વાેચ્ચ અદાલત નામદાર સુપ્રિમ કોર્ટમાં વકિલ તરીકેની ફરજ બજાવું છું. મને મહિલાઓ,માનવ અધિકાર તથા બંધારણને લગતા પ્રશ્નોની કાનુની સેવાઓ આપવાના અનેક મોકા મળ્યા છે તે ઉપરાંત વિદેશોની સરકારો તરફથી પણ સન્માન મળેલ છે.એમ.એસ.યુનિવર્સિટી-બરોડાથી એમ.કોમ.કર્યા પછી અને વાણીજ્ય(માર્કેટીંગ)માં પી.એચ.ડી.હોવાના કારણે હું,ઘાતક નોટબંધી જેણે લગભગ ૧૦૦થી ઉપર લોકોનો ભોગ લીધો અને ઝડપા ઝડપીથી લાગુ કરેલ જી.એસ.ટી.જેનાથી વેપારીઓને અસહ્ય નુકસાન થયુ અને કરોડો લોકોના રોજગાર જતા રહ્યા એવા ગંભીર મુદ્દાઓને બારીકીથી સમજું છું. મેં દિલ્હી યુનિવર્સિટીથી એલ.એલ.બી.કરી આપણા સમાજના પછાત વર્ગાે અને અતિપછાતવર્ગાે સાથે થતાં અન્યાય સાથે લડવાનું જીવનભરનું લક્ષ્ય બનાવેલ છે.આથી હું ડો.ચંદ્રાબેન,આપ સૌની સામે મારૂ ચુનાવી ઘોષણાપત્ર રજૂ કરૂં છું.
આપણા જિલ્લામાં પાણી, સિંચાઇ, બહેનોની સુરક્ષા, વિજળી,બેરોજગારી,સરકારી સંસ્થાઓનું નિજીકરણ, સહકારી સંસ્થાઓમાં ભાગદારી અને વહીવટ, આરોગ્ય, શિક્ષણ,ભ્રષ્ટ્રાચાર,વર્ષાેથી ચાલતું એકહથ્થુ શાસન,તથા એના જેવા અન્ય ગંભીર મુદાઓને ઉકેલવા અને સતત વિકાસના કામો હાથ ધરવા એજ મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે.આપણા વિસ્તારના અગ્રણીઓ સાથે સતત ચર્ચા વિચારણા કરી અને ભ્રષ્ટ્રાચાર તથા ભયમુક્ત શાસનની સ્થાપના થાય એવી કોશિશ કરીશ.
આજે ૩૦ વર્ષ પછી પણ નબળી નેતાગીરી અને ખામીયુક્ત તથા ભ્રષ્ટ્રાચારી વહીવટના કારણે પશ્ચિમી બનાસકાંઠાના મોટાભાગના સરહદી વિસ્તારોમાં ૧૯૭૭માં થયેલા સર્વે મુજબ જ પાણીની સગવડ પુરી પાડવામાં આવે છે. જે આજની તારીખમાં ત્યારથી દસ ગણી વધી ગયેલી વસ્તીને પાણી પુરૂ પડતું નથી તથા અમુક ગામડાઓમાં નિયમિત પાણી પહોંચતું પણ નથી જે એક ગંભીર મુદો છે. મારૂં ચૂંટણીનું નિશાન “કૂવો” એ આખા બનાસકાંઠા જિલ્લાની અંદર દરેકે દરેક ઘરમાં પિવાના પાણીની સગવડ પહોંચાડવાની મારી કટીબધ્ધતાનું નિશાન છે.
આપણા મત વિસ્તારની માતાઓ,મહિલાઓ,બહેનો અને દીકરીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌની સાથે થતા અન્યાય,શિક્ષણ અને રોજગારીને લગતા પ્રશ્નો, મહિલા હિતના મુદાઓ,આપની સુરક્ષાની સમસ્યાઓ, આપને નડતા કાયદાકીય મુદાઓ આને એવા કોઇપણ જાતના પ્રશ્નોનું આવેદનપત્ર બનાવી તમે મારો વ્યક્તિગત સંપર્ક કરશો. હું તમને ખાત્રી આપું છું કે તમારૂં આવેદન મળ્યા પછી તમારા પ્રશ્નો ઉપર તરત જ કાર્યવાહી શરૂ કરીશ.૧)     આખા બનાસકાંઠા મત વિસ્તારમાં જ્યાં જ્યાં પીવાના પાણીની સુવિધા નથી ત્યાં ત્યાં વધુમાં વધુ ૯૦ દિવસની અંદર પીવાના પાણીની સુવિધા પહોંચતી કરીશ.
૨)    નર્મદા કેનાલમાંથી નીકળતી નાની અને ફાટીયા કેનાલો વારંવાર ટૂટી જાય છે જેથી ખેડૂતોના ઉભા પાકને નાશ થાય છે. આ એક અત્યંત એક ગંભીર મુદો છે જેની તાત્કાલિક તપાસ કરવા અને જરૂરી પગલાં લેવાની તરત જ કોશિશ કરીશ.
૩)    બેરોજગારો માટે સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતીઓની પ્રક્રિયા તાત્કાલિક ચાલુ કરાવીશ.
૪)    ચુંટાયા પછી ૯૦ દિવસની અંદર આપણા મત વિસ્તારના દરેકે દરેક તાલુકાને દર વર્ષે રૂપિયા ૪૦ લાખની ગ્રાન્ટ એમ.પી.ના સાંસદનાં ફંડમાંથી આપીશ.
૫)    ખેતીની જમીનમાં રી-સર્વેમાં ઉભા થયેલા કાયદાકીય અને અન્ય પ્રશ્નોનો ૧૦૦ ટકા ઉકેલ કરી ન્યાય અપાવીશ.
૬)    સરહદી વિસ્તાર જેવા કે થરાદ, ધાનેરા, વાવ, સુઇગામ, ભાભર, લાખણી વગેરેમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના થશે,જેથી રોજગારની સ્થાનિક તકો ઉભી થાય.
૭)    ખેતીના રોકડીયા પાકના ભાવો મળે તથા ખેતીની સિંચાઇ માટે પાણી અને વિજળી નિયમિત મળે તેવી જાગવાઇ કરીશ અને પાક વિમાના વળતરના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલવામાં આવશે અને જ્યાં સુધી પાક વિમાનું વળતર ન મળે ત્યાં સુધી ચેનથી બેસીસ નહી.
૮)    પશુપાલનના નીતિ નિયમોની અવગણના અને પશુપાલનને લગતા અન્ય પ્રશ્નો
આભાર - નિહારીકા રવિયા  માટે ગંભીરતાથી કાર્યવાહી કરીશ.
૯)    આર્થિક રીતે પછાત વર્ગના લાભાર્થીઓ માટેની સરકાર તરફથી આવતી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓને મળે એવી વ્યવસ્થા કરીશ.
૧૦)    ચુંટાયા પછી ૩૦ દિવસની અંદર મફત કાનુની સલાહ આપવા માટે “મફત કાનુની સલાહ કેન્દ્ર” ખોલીશ.
૧૧)    આપણા જિલ્લામાં અલગ અલગ હેતુ માટે આવેલી ગ્રાન્ટોનો થતો હેતુ-ફેરબદલ અને દુરઉપયોગ અટકાવવાની પુરેપુરી કોશિશ કરીશ અને જનતાને ઉપયોગી થાય તેવા યોગ્ય હેતુઓ માટે નવી ગ્રાન્ટોની ફાળવણી માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ આવેદનો રજૂ કરીશ.
૧૨)    બધા માટે એકસરખી શિક્ષણની તકો ઉભી થાય અને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા જેમ કે મેડીકલ કોલેજ અને લો કોલેજ પછાત અને સરહદી વિસ્તારોમાં પણ ઉભી થાય એવી વ્યવસ્થા માટે સરકાર સમક્ષ એક વર્ષની અંદર માંગણી કરીશ.
૧૩)    આરોગ્યની સેવાઓ સુદ્દઢ બનાવવા માટે હાલમાં ચાલતી સરકારી આરોગ્યની સુવિધાઓમાંની ખામીઓ દુર કરવા માટેના ઝડપી અને અસરકારક પગલાં લઇશ.
૧૪)    સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ અટકાવી સરકારી નીતિ નિયમ મુજબ વહીવટ થાય તેમજ કાયમી સરકારી કર્મચારીઓ અંગેના પ્રશ્નો ઉપર ગંભીરતાથી કાર્યવાહી કરીશ.
૧૫)    સત્યને ઉજાગર કરી ભ્રષ્ટ્રાચારને જડ મુળથી મિટાવવાની ચળવળમાં જાડાયેલા મારા આર. ટી. આઇ. કાર્યકર ભાઇઓ અને બહેનોને થતી પજવણી અને જીવનનું જાખણ ઉભુ કરતી સમસ્યાઓનો ઝડપી અને પુર જારથી મુકાબલો કરશું. આ બધી જાતની સમસ્યાઓની જડ એ છે કે પાર્ટી પક્ષના ઉમેદવારો એક વખત વોટ લઇ ગયા પછી મતદારોને ભુલી જાય છે. જેને કારણે ચૂંટણી દરમ્યાન આપેલા એમના વાયદાઓ એક “ચુનાવી જુમલા” જેવા બનીને રહી જાય છે. આ પાર્ટી પક્ષના ઉમેદવારો ચુંટાયા પછી ભાગ્યે જ પોતાના મત વિસ્તારમાં જાવા મળે છે. મેં પાલનપુરમાં કાયમી ઓફિસ ખોલેલ છે, જ્યાં સામાન્યમાં સામાન્ય વ્યકિત પણ એપોઇન્ટમેન્ટ લીધા વગર મારી ઓફિસે આવીને મને મળી શકે છે અને પોતાનું આવેદન આપી શકે છે.
જા સાચા અર્થમાં જનતાની સેવા કરવા માટે કોઇ લાયક અપક્ષ ઉમેદવાર આવેલ હોય તો જનહિતમાં તેની પહેલી પસંદગી હોવી જાઇએ કારણ કે અપક્ષ ઉમેદવાર માટે પાર્ટી પક્ષ જેવું કોઇ બંધન કે હાઇ કમાન્ડ હોતુ નથી અને તે સ્વતંત્રપણે લોકોના પ્રશ્નો ઉકેલ લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને લોકોના હિતમાં લાવી શકે છે. મારા માટે કોઇપણ હાઇકમાન્ડ નથી હું મારા મત વિસ્તારની જનતાની જરૂરીયાતોને જ મારૂં હાઇકમાન્ડ માનું છું અને સ્વતંત્ર તથા નિઃસ્વાર્થ ભાવે બધાની સમસ્યાઓનું નિવારણ કરવાને જ મારો ધર્મ માનું છું.
આથી મેં નિર્ણય લીધેલ કે હું આજીવન આપણા મતવિસ્તારની સેવા કરીશ જેને ધ્યાનમાં રાખીને હું આ ચૂંટણીનું ઘોષણાપત્ર મારા તરફથી મક્ક્મતાપૂર્વક બનાવીને આપની સામે રજૂ કરું છું. જે આપ સૌના સાથ અને સહકારથી અમલમાં લાવીશ. માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જાતિ-વાદ જેવા ઝેરને ભૂલીને આપ સૌ મને આશીર્વાદ આપી કુવાના નિશાન ઉપર બટન દબાવી આપનો અમુલ્ય મત અને સહકાર આપશો. આપ સૌ વડીલો, ભાઇઓ, માતાઓ અને બહેનો મને પોતાની દીકરી સમજી આશીર્વાદ આપી આપ સૌની સેવા કરવાનો મોકો આપશો અને આપ સૌને વિનંતી કરૂં છું કે આપના એક-એક વોટની સાથે એક-એક રૂપિયાનું દાન કરી તમે તમારી દીકરીને વિજય બનાવશો.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News