ધાનેરામાંથી ફુડવિભાગ દ્વારા ૫૦૦ કિલો જથ્થાનો નાશ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 12:08:30
  • Views : 429
  • Modified Date : 2020-05-01 12:08:30

લોકડાઉન થતા સમગ્ર દેશમાં તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી અને હાલ
પણ નાસ્તા અને ડેરી પ્રોડક્ટની દુકાનો બંધ છે. ત્યારે સરકારના આદેશ થતા ધાનેરા ખાતે બનાસકાંઠા ફુડ વિભાગના અધિકારીઓની ટીમ ઉતરી પડી હતી અને ધાનેરામાં નાસ્તાની દુકાનો, પાર્લરો તેમજ ડેરી પ્રોડક્ટ વેચતા લોકો અને આઇસ્ક્રીમ વેચતા લોકોને ત્યાં દુકાનો ખોલાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એકાદ મહીનાથી પડેલ એક્ષપાયરી તારીખનો માલ તેમજ લુઝ માલ, આઇસ્ક્રીમ, ફરસાણ તેમજ અન્ય જેના ઉપર તારીખ ન મારેલ હોય તેવા સામાન દુકાનોમાંથી બહાર કાઢવા માટે દુકાનદારોને ફુડ વિભાગના અધિકારીઓ તેમજ
નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરતા ધાનેરાની ૨૮ જેટલી દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ફુડ વિભાગના અધિકારી ડી.જી.ગામીત, ટી.એચ.પટેલ, પી.આર. સુથાર, એમ.બી. ચૌધરી, એલ.એમ.ફોફ,
પી.આર.ચૌધરી તથા તેમની ટીમની સાથે નગરપાલિકાના કે.એસ. બારોટ પણ ટીમ સાથે જોડાયા હતા અને ૪૫૦ કિલો જેટલો જથ્થો બહાર કાઢ્યો હતો અને જેની અંદાજે રૂ. ૮૦ હજારના મુદ્દામાલનો પાલિકાના અધિકારીની હાજરીમાં ખાડાઓ ખોદીને તેનો નાસ કરવામાં આવ્યો હતો.
તેમજ ફરસાણ એસોસિએયશનના પ્રમુખ મંત્રીને બોલાવીને પણ ખાસ સુચના આપવામાં આવી હતી કે જે લોકોને પોતાની દુકાનમાં હજુ પણ ફરસાણ કે અન્ય લુઝ સામાન પડેલ હોય તો તે બહાર નાસ કરાવી દેવામાં આવે તે જરૂરી છે નહી તો ફરીથી ઓચિંતી તપાસ કરવામાં આવશે અને પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News