સિવિલમાં કોરોનાની સારવાર કરાવવા જાઓ તો ચેતજાે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 11:52:38
  • Views : 329
  • Modified Date : 2021-03-27 11:52:38

રાજ્યમાં કોરોના બેકાબુ બનતો જાય છે અને સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે મેડીકલ કોલેજના ડીનને કુ-બુદ્ધિ સુજી છે. હાલમાં સિવિલમાં કોરોનાની સારવાર લેવા જતા દર્દીઓ તબીબ સારવાર કરવા આવતા નહિ હોવાની ફરિયાદ કરે છે, કોરોના વકરી રહ્યો છે તેવા સમયે ૧૨ રેસીડન્ટ તબીબને ગોત્રી મેડીકલ કોલેજમાં ડેપ્યુટેશન ઉપર મોકલવા આદેશ કર્યો છે. જેને લઇને જાે તમે સિવિલમાં કોરોનાની સારવાર લેવા જતા હોય તો એકવાર જરૂર ચેતજાે.
રાજ્યનો વહિવટ જ્યાંથી થઇ રહ્યો છે તે
પાટનગરમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. એક તરફ સરકાર કોરોનાના દર્દીઓનો વધારો થઇ રહ્યો છે તેની ચિંતા કરી રહી છે. રસીકરણને વધારવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. જરૂરી સ્ટાફ મળતો નથી, ત્યારે ગાંધીનગર સિવિલમાં દર્દીઓને રામભરોસે છોડવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીએ તબીબ નહિ હોવાની ફરિયાદો કરી હતી.
ગાંધીનગર મેડીકલ કોલેજના ડીન દ્વારા ૧૨ રેસીડન્ટ તબીબોને વડોદરામાં આવેલી ગોત્રી મેડીકલ કોલેજમા ડેપ્યુટેશન ઉપર જવાનો આદેશ કર્યો છે. હાલમાં સિવિલમાં ૧૧૪ કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ સિવિલમાં તબીબોની અછત જાેવા મળી રહી છે. પહેલા માત્ર અલગ કોવિડ બિલ્ડીંગ કરવામા આવ્યુ હતુ. હાલમાં સામાન્ય દર્દીઓ અને કોવિડ દર્દીઓ એક જ બિલ્ડીંગમાં સારવાર લેવા આવે છે. ત્યારે જાે આવી જ સ્થિતિ રહી તો ગાંધીનગર સિવિલમાં કોરોનાની સારવાર લેવા આવનાર દર્દીને રામભરોશે રહેવુ પડશે તેમા બે મત નથી.

કયા તબીબને ડેપ્યુટેશન ઉપર મોકલાયા
સિવિલમાં ૧૨ રેસીડેન્ટ તબીબને ડેપ્યુટેશન ઉપર મોકલાયા છે, તેમા ફેઝલ કુરેશી, આલાપ શાહ, અમર રફીક, અનેરી
પટેલ, મિતેશ રાઠોડ, ચેતન યાદવ, પ્રિયંકા પ્રધાન, વિકાસ શર્મા, દિપક ટાંક, શ્રુથિ રવિન્દરન, પુજા રાઠોરે અને રોશની શેટ્ટીનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News