કોંગ્રેસના શાસનથી જનતા કંટાળી છે ઃ પરથીભાઇ ભટોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:13:29
  • Views : 505
  • Modified Date : 2019-04-09 05:40:30

જંગ એ આગાજ થઈ ગયો છે. બનાસકાંઠાની વાત કરીયે તો પરબતભાઈ અને પરથીભાઈ ભટોળ દરેક વિધાનસભાઓમાં ગામડે-ગામડે પ્રચાર કરી રહ્યા છે. ગતરોજ અંબાજી મંદિરના દર્શનાર્થે પહોંચેલા પરથી ભટોળ મીડિયા સામે કંઈક એવું બોલી બેઠા જેનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. કાર્યકર્તાઓમાં શંકાએ સ્થાન લીધું હતું. પ્રચાર એ દરેક ઉમેદવારની હાર જીત નક્કી કરે છે પણ એવો પણ પ્રચાર ન કરવો કે જેનાથી પોતાને જ નુકસાન થાય જોકે જીભ લપસવાના મામલામાં પરથીભાઈનો કોઈ જ દોષ નથી. આ પરંપરા રાહુલ ગાંધીથી ચાલી આવી છે તમે જોઈ જ હશે કે ચૂંટણી ટાણે કોંગ્રેસની કાર્યકર્તાઓની જે પ્રમાણે જીભ લપસે છે તે મુજબ પરથીભાઈએ કોઈ મોટું નિવેદન નથી આપ્યું આતોએક કોંગ્રેસની પરંપરા છે તેવું કહીએ તો પણ ચાલે.પોતાના મત વિસ્તારથી ચાલુ કરેલા પ્રચારમાં બંને નેતાઓ વ્યસ્ત જોવા મળે છે ગામડે ગામડે પ્રજાને વચનો અને વાયદાઓ બંને ઉમેદવારો આપી રહ્યા છે. પોતાના મત વિસ્તારમાં આખો દિવસ પસાર કર્યા બાદ સાંજે પરથી ભટોળ અંબાજી દર્શનાર્થે ગયા હતા. ત્યારે મીડિયાકર્મીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેતા પરથી ભટોળ દ્વારા કંઈક એવું બોલાઈ ગયું કે સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. ખરેખર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો કેટલા નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષને અનુસરવાનું ભૂલતા નથી. આ નિષ્ઠા જ તેમને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવામાં કોઈ જ કચાસ છોડશે નહીં. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના ૨૦૧૯ લોકસભાના ઉમેદવાર પરથી ભટોળ પહેલાં પણ કૌભાંડોના લીધે ચર્ચામાં રહ્યાં છે અને હાલ પણ ચર્ચામાં જ છે. કોંગ્રેસમાં જીભ લપસવાનું કાર્યકર્તાઓનું લીસ્ટ બનાવીએ તો કદાચ એક દિવસ પણ ઓછો પડે પછી તે રાહુલ ગાંધી હોય, નવજોત સિધ્ધુ હોય, મણિશંકર ઐયર હોય કે પછી પરથીભાઇ ભટોળ હોય. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને ભાજપને
પાછલા બારણે મદદ કરતા પરથી ભટોળ કોંગ્રેસમાં જોડાયા છે. તેવો વિશ્વાસ હજી પણ તેમને નથી. આના જ કારણે અંબાજી મંદિરમાં પરથીભાઇએ નિવેદન આપ્યું કે કોંગ્રેસના શાસનથી જનતા કંટાળી છે પછી પરથીભાઇ ભાનમાં આવતા સોરી કહીને ભાજપના શાસનમાં જનતા કંટાળી છે તેવું કહ્યુ. પણ જો આમ જ નિવેદનો આપતા ફરે તો પરબતભાઈને જીતવા માટે ઝાઝી મહેનત નહીં કરવી પડે. અંદરખાને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એવો પણ ગણગણાટ છે કે પરથીભાઈ પરબતભાઈ સામે ક્યાંક બેસી ના ગયા હોય. પહેલેથી જ સારી એવી મિત્રતા ધરાવતા
પરબતભાઈ પટેલ અને પરથીભાઇ ભટોળ આજે સામસામે ઉમેદવારી કરે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ
પરથીભાઇ સામે શંકા કરી રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક ચર્ચાઇ રહ્યું છે. જ્યારે કોંગ્રેસે બનાસકાંઠાના ઉમેદવાર તરીકે પરથીભાઇ ભટોળે જાહેર કર્યા ત્યારે કોંગ્રેસમાં આક્રોશ તો હતો જ અને આ નિવેદન બાદ પરથીભાઇ ભટોળ સામે શંકાની નજર પણ આવી ગઈ છે.
 પરથીભાઇ ઉપર ભૂતકાળમાં લાગેલા ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડોના દાગના કારણે કોંગ્રેસ પહેલેથી જ બેકફૂટ પર તો છે જ અને નિવેદન બાદ હાસ્યમાં પણ ધકેલાઈ ગઈ છે આ નિવેદન બાદ બનાસકાંઠા કોંગ્રેસમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી હતી. સાથે સાથે કાર્યકર્તાઓમાં ફફડાટ સાથે ચૂંટણીમાં ક્યાંક પરથીભાઇ બેસી ના જાય તેનો પર ડર કોંગ્રેસના કાર્યકર્તાઓના મોઢે જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News