હોળી-ધુળેટીના એક સપ્તાહના મિનિ વેકેશન બાદ ડીસા માર્કેટયાર્ડ જણસીઓથી ધમધમ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 11:03:06
  • Views : 331
  • Modified Date : 2021-04-06 11:03:06

હોળી ધુળેટીના એક સપ્તાહના મિનિ વેકેશન બાદ સોમવારથી ડીસા માર્કેટયાર્ડ ધમધમ્યુ હતું. ડીસામાં સોમવારે તમાકુની ૫૦ હજાર બોરીની આવક નોંધાઇ હતી.
જીલ્લામાં આવેલ અનાજ બજારમાં મુખ્યત્વે હમાલ તેમજ તોલાટ (મજુર) રાજસ્થાન ના હોય છે. રાજસ્થાનના હોળી ધુળેટીના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતાં મજુરો હોળી અગાઉ વતનની વાટ પકડી હતી. જાે કે, તહેવાર પૂર્ણ થઇ જતાં વતનમાં ગયેલાં મજુર પરત ફરતાં સોમવારથી ગંજ બજાર ધમનમવા લાગ્યાં હતાં. વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં સોમવારે તમાકુની ૫૦ હજાર બોરીની આવક નોંેધાઇ હતી. આ
ઉપરાંત રાયડો, ઘંઉ, એરડા, રાજગરો સહિતની જણસીઓની પણ નોધપાત્ર આવક જાેવા મળી હતી.
આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જાેષીએ જણાવ્યું હતું કે, નવ દિવસના વેકેશન બાદ હરાજી નું કામકાજ શરૂ થયું છે. જેમાં સોમવારે તમાકુની સારી આવક જાેવા મળી હતી. આ ઉપરાંત અન્ય ખેત પેદાશની પણ આવક થઇ છે.

Download Our B K News Today App



Related News