સુઈગામ જનસેવા કેન્દ્રમાં બંધ વોટર કુલરના કારણે અરજદારોને હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 12:12:05
  • Views : 471
  • Modified Date : 2019-05-10 12:12:05

સુઇગામ તાલુકામાં
અરજદારોને એક સ્થળેથી  વિવિધ પ્રકારના દાખલા
ઉપલબ્ધ થાય તે માટે તે માટે  જનસેવા કેન્દ્ર કાર્યરત છે. જ્યાં વિદ્યાર્થીઓ વડીલો શ્રમજીવીઓ ખેડૂતો આવકના દાખલા સાથે વિવિધ સોગંધનામાં નોનક્રિમિલેયર ૭ ૮ ૧૨ ઉતારા માટે સાથે   વિવિધ સોંગંધનામા માટે આવતા હોય છે. જો કે અહીં ફરજ ઉપરના અધિકારીઓ   પાસે અન્ય વધારાના ચાર્જ હોવાથી તેઓ
પૂરતો સમય આપી ન શકતા હોવાથી અરજદારો પરેશાન છે. તેમાં વર્તમાન સમયે કાળ ઝાળ ૪૫ ડિગ્રી ગરમી પડી રહી છે. જનસેવા કેન્દ્રમાં વોટર કુલર
પણ મુકાયેલ છે. પરંતુ ઘણાં સમયથી વોટર કુલર બંધ હાલતમાં જ હોય લિફટની સુવિધા કરેલ છે, પણ વર્ષોથી આ લિફ્‌ટનું ક્યારેય પણ સમારકામ કે ચાલુ કરવામાં ક્યારે આવેલ નથી અંધ
અપંગજનોને ૩ જા માળે જવામાં બહુ તકલીફ પડી રહી છે નાછૂટકે બહારથી પૈસા ખર્ચી પાણી પીવુ પડે છે અરજદારોને વર્તમાન સમયે જનસેવા  કેન્દ્ર વિવિધ પ્રકારના દાખલા માટે
અરજદારોનો ઘસારો રહે છે.
પરંતુ જનસેવા કેન્દ્રમાં  ઘણાં સમયથી બંધ હાલતમાં પડેલા વોટર કુલરને લઈને કોઈ નિરાકરણ આવતું ન હોઇ 
અરજદારોમાં પણ રોષે ભરાયા છે. લિફટની તો જાણે માથે ધુડ ચડી છે, છતાં તંત્ર કોઇ આની જવાબદારી લેતું નથી કે રીપેરિંગ કરાવતુ નથી. ત્યારે જિલ્લા
સમાહકર્તા  આ બાબતે યોગ્ય કાર્યવાહી  કરે તેવી લોકમાંગ ઉઠી છે.  અરજદારોને કયા માળે કયા અધિકારની ઓફિસ છે તેવું કોઇ જગ્યાએ બોર્ડ મારેલ નથી. તો જનસેવા કેન્દ્રમાં વહીવટી તંત્ર વહેલામાં વહેલી તકે વોટર કુલર અને લિફટ ચાલુ કરાવે તે યોગ્ય છે.

Download Our B K News Today App



Related News