ગાંધીનગરમાં સેકટર-૨૧ ના મંદિરોના વિવાદ મુદ્દે અખિલ ભારતીય જનસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 10:59:38
  • Views : 299
  • Modified Date : 2020-10-07 10:59:38

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી
સેકટર-૨૧ નું મંદિર તોડવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ત્યારે ગત તારીખ બીજી ઓકટોબરે સે. ૨૧ માં આવેલ હનુમાનજી મંદિર તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેના ભાગરૂપે અખિલ ભારતીય જનસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં મંદીર તોડવાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ઉઠ્‌યો છે. જેના ભાગરૂપે ઘણા ખરા હિન્દુ સંગઠનોએ તેના વિરુદ્ધ આવેદનપત્ર પણ આપ્યા છે. ત્યારે અખિલ ભારતીય જનસંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી મયુરભાઈ જાની, ઉત્તર ગુજરાત મહામંત્રી રાકેશભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા સચિવ કલ્પેશ પ્રજાપતિ, કલોલ તાલુકા મહામંત્રી ચૌધરી દિનેશભાઈ તથા અખિલ ભારતીય જનસંઘના તમામ કાર્યકરો દ્વારા સેક્ટર-૨૧ ગાંધીનગરમાં આવેલા હનુમાન મંદિરને મહાનગર
પાલિકા દ્વારા તોડવાના આદેશ વિરુદ્ધ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

Download Our B K News Today App



Related News