ગુલાબસિંહ રાજપૂતની હજારોની જનમેદની સાથે પ્રચાર રેલી નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 10:52:58
  • Views : 432
  • Modified Date : 2019-10-20 10:52:58

થરાદ ખાતે વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની અંતીમ દિવસે પ્રચાર રેલી કાઢવામાં આવી હતી. જેમાં લોકોએ રેલીમાં જાડાઈને સમર્થન આપ્યું હતું. તેમજ ગુલાબસિંહ રાજપૂતે બધા નેતાઓથી અલગ રીત અપનાવી હતી. જેમાં બજારમાં કોઈ સાધન વગર લોકોને હાથોહાથ મળીને મુલાકાત કરી હતી. તેમજ બજારના વેપારીઓએ સમર્થન આપી ફુલહારથી સન્માન કર્યુ હતુ. તેમજ પ્રચાર દરમિયાન ગુલાબસિંહ રાજપૂતનું વિવિધ સમાજના લોકોએ સમ્માન કર્યુ હતુ. જેમાં પાંજરાપોલ ટ્રસ્ટ વંસતભાઈ જૈન દ્વારા સમાન કરાયું. તેમજ સેવંતીલાલ જૈન, શ્રીજી જ્વેલર્સ, ગોવિંદભાઈ કંસારા, ગીતાબેન પંડ્યા, રમેશભાઈ ધોબી, ભાગ્યોદય જ્વેલર્સ, દિપક મેડીકલ, અબુદા જ્વેલર્સ, યોગેશ નાઈ, તેમજ મુÂસ્લમ સમાજ વગેરે વિવિધ વેપારીઓ સમાન કર્યુ હતુ. તેમજ ગુલાબસિંહ
રાજપૂત તેમજ બીજા
આગેવાનો દ્વારા બાબા
આંબેડકર, સ્વામી વિવેકાનંદ અને હનુમાનદાદાને હારમાળા પહેરાવીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ સિધ્ધાર્થ પટેલ, ગેનીબેન ઠાકોર, દિનેશદાન ગઢવી, ડી.ડી. રાજપૂત, તુલશીભાઈ ઘુમડા, પથુભાઈ રાજપૂત, દિપકભાઈ ઓઝા, પ્રધાનજી ઠાકોર, જયંતિલાલ ડી. નાઈ, બચુશા બાનવા, ઠાકરશી રબારી તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ
આંબાભાઈ સોલંકી સહિત આગેવાનો રેલીમાં જાડાયા હતા.

Download Our B K News Today App



Related News