17 સપ્ટેમ્બર PM મોદીનો જન્મદિવસે ગુજરાતમાં ઉજવાશે આ ખાસ મહોત્સવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 12:27:26
  • Views : 511
  • Modified Date : 2019-09-14 12:33:46

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે, ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138 મીટરથી પણ વધુએ ભરાતાં રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બરે રાજ્ય વ્યાપી ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે. આ માટે વડા પ્રધાન મોદીને હાજર રહેવા માટે ખાસ આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે ગુજરાત માં 1000થી વધુ સ્થળોએ મહાનગરો નગરો તેમજ જિલ્લા તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ નમામિ દેવી નર્મદે મહોત્સવ સાધુ સંતો, સામાજિક સેવા સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકો પ્રજાજનોની સહભાગીતાથી ઉમંગ ઉલ્લાસથી ઉજવાશે. નમામિ દેવી નર્મદે મહોત્સવનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી વિજયભાઈ અને ગુજરાત સરકારે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે.આ કાર્યક્રમની શરૂવાત 17 સપ્ટેમ્બર ના રોજ કેવડિયા કોલોની ખાતે સવારે 10 કલાકે સરદાર સરોવરએ પોતની ઐતિહાસિક સપાટી 138 મીટરે પોહચી જશે. ત્યારે સરકાર અને સંગઠ દ્વારા સમગ્ર રાજયમાં મા નર્મદાના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી મા નર્મદાની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News