ડીસાના વિદ્યાર્થીએ વૃક્ષો ભેટમાં આપી ઉજવ્યો જન્મદિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 12:31:15
  • Views : 772
  • Modified Date : 2019-07-09 12:31:15

આજના આધુનિક સમયમાં લોકો પોતાનો જન્મદિવસ જુદી જુદી રીતે ઉજવતા હોય છે. ત્યારે સોમવારે ડીસાની એક શાળાના વિદ્યાર્થીએ પોતાનો જન્મદિવસ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે ઉજવ્યો હતો.
ડીસાની એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ ૭ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી મંથન જોષીએ સોમવારે પોતાના જન્મદિવસ નિમિતે પોતાની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વૃક્ષો ભેટમાં આપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમજ શાળાના પ્રિન્સિપાલે પણ આ કાર્યની સરાહના કરી હતી અને બીજા વિદ્યાર્થીઓને આવું જ સત્કાર્ય કરવાનું પ્રોત્સાહન પૂરું
 પાડયું હતું. ત્યારે વિદ્યાર્થી અને તેના પિતાએ જણાવ્યું હતું કે  જે રીતે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. તેની અસર પર્યાવરણ પર ખુબ જ ખરાબ પડી રહી છે અને દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે. આથી
પર્યાવરણને ધ્યાનમાં રાખીને જન્મદિવસ નિમિત્તે અમે વૃક્ષોનું વિતરણ કર્યુ છે.  જેથી લોકો પણ આની પ્રેરણા લે અને વૃક્ષારોપણ કરે જેથી આવનારા પેઢીને વૃક્ષોનું મહત્વ સમજાય.

Download Our B K News Today App



Related News