જન્માષ્ટમીએ માવાનો ઉપયોગ કર્યા વિના પ્રસાદમાં બનાવો લીલા નારિયેળનો હલવો, શ્રીકૃષ્ણ થશે પ્રસન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 13:12:28
  • Views : 584
  • Modified Date : 2019-08-23 13:12:28

જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને માખણ, મીસરી, પંજરી સિવાય ભોગમાં શું ધરાવવું તે પ્રશ્ન રહે છે. જો તમે દૂધનો હલવો, ગાજરનો હલવો કે દૂધીનો હલવો બનાવીને કંટાળ્યા છો તો આજે અમે આપને માટે લીલા નારિયેળના હલવાની રેસિપી લાવ્યા છીએ. જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે અને સાથે જ પરિવારમાં પણ બધાને માટે એક નવી ડિશ હશે.

સામગ્રી

- 2 કપ લીલા નારિયેળના ટુકડા
- 200 ગ્રામ ખાંડ
- 4 ચમચી મિલ્ક પાવડર
- 2 કપ દૂધ
- 4 ચમચી ઘી
- 10 નંગ બદામ
- 10 નંગ પિસ્તા
- ચપટી કેસર
- 1 ચમચી ઈલાયચી પાવડર

બનાવવાની રીત

લીલા નારિયેળને તોડીને તેના ટુકડા કરો. હવે નારિયેળના ટુકડાને છીણી પર છીણી લો. જો તમે મિક્સરમાં ક્રશ કરવા ઈચ્છતા હોવ તો ધ્યાન રાખજો કે તેની બારીક પેસ્ટ ન થાય. તમારે તેને દાણેદાર રાખવાનું છે. હવે એક પેનને ગેસ પર ગરમ મૂકો. તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે નારિયેળની છીણ ઉમેરો. તેને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરતાં જાઓ. તે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરો. ધ્યાન રાખો કે મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. હવે એક વાટકીમાં થોડું દૂધ લો અને તેમાં કેસરને હલાવી લો. આ દૂધ હલવામાં મિક્સ કરો. જેથી ગોલ્ડન જેવો કલર આવશે. હવે ગેસ બંધ કરી દો. તેની ઉપર ઈલાયચી પાવડર, બદામની કતરણ અને પિસ્તાની કતરણ ઉમેરો. થાળીમાં થોડું ઘી લગાવીને મિશ્રણને થાળીમાં પાથરો, તેના મનપસંદ આકારમાં ટુકડા કરો. ઉપરથી થોડા સૂકામેવા ફરીથી ભભરાવોતૈયાર છેભગવાન શ્રીકૃષ્ણને ધરાવવા માટેનો શુદ્ધ અને સ્વાદિષ્ટ પ્રસાદ.

Download Our B K News Today App



Related News