ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-28 11:54:35
  • Views : 315
  • Modified Date : 2021-08-28 11:54:35

     શ્રાવણ વદ આઠમના દિવસે સમગ્ર ભારતભરમાં ખૂબ ઉત્સાહથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવાતો હોય છે દિવસે લોકો ઘરમાં ગોકુળીયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે કૃષ્ણની ભક્તિમાં સૌ કોઈ લીન બની જાય છે ત્યારે આજરોજ ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ કૃષ્ણને સજાવી પારણામાં બેસાડી જુલા જુલાવી પર્વની ઉજવણી કરી હતી કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરી કૃષ્ણ અને રાધા બની કાર્યક્રમની શોભા વધારી હતી જેમાં સૌપ્રથમ કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી હતી  જેમાં  સૌ લોકો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા  ત્યારબાદ  જય રણછોડ માખણચોરના નાદ સાથે  મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કૃષ્ણ બનેલ નાના બાળકે મટકી ફોડી હતી મટકીફોડ ની માન્યતા એવી છે કે ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે તો ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશીમાં મટકીફોડ કરાવવામાં આવે છે ત્યારબાદ સમગ્ર સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો ગરબાના તાલે ઝૂમ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે પ્રસાદી લઈ સૌ કોઈ છુટા પડયા હતા.

Download Our B K News Today App



Related News