વડગામના તાજપુરામાં બસ સ્ટેન્ડની હાલત રેઢિયાળ અને આંગણવાડી ઝાડી ઝાંખરાથી ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 11:49:05
  • Views : 444
  • Modified Date : 2019-08-28 11:49:05

વડગામ તાલુકાના તાજપુરા ગામમાં બસ સ્ટેન્ડ પરના પીક અપની હાલત રેઢિયાળ અને બાજુમાં આવેલુ આંગણવાડી ઝાડી ઝાંખરામાં ગરકાવ છે. ત્યારે જીવન જોખમે બાળકો જાય છે. ત્યારે આઇ.સી.ડી.એસ.માંથી આંગણવાડી
તપાસ કરનાર અધિકારીએ શું ધ્યાન રાખ્યું તેને લઈ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડગામ તાલુકાના તાજપુર ગામમાં બસ સ્ટેન્ડ પરના પીક અપની હાલત રેઢિયાળ છે અને બાજુમાં આવેલા આંગણવાડી  ઝાડી ઝાંખરામાં ગરકાવ થઇ ગયું છે.  ગામના નાના બાળકો પોતાના જીવના જોખમે ત્યાં જાય છે. હાલમાં ચોમાસુ હોવાથી કોઈ ઝેરી જીવ જંતુઓ આંગણવાડી જાય અને કોઈ બાળકને નુકસાન પહોંચાડે તો તેના માટે જવાબદાર કોણ,  બાળકોના વાલીઓ કે આંગણવાડી કાર્યકર. ત્યારે વડગામ આઇ.સી.ડી.એસ.શાખામાંથી તપાસ કરનાર અધિકારી જ્યારે પણ તાજપુરામાં આવેલા આંગણવાડીની મુલાકાત લીધી ત્યારે તેમને શું તપાસ કરી અને આ આંગણવાડી આગળના ઝાડી ઝાંખરા દૂર કરવા માટે આંગણવાડી બહેન કે કાર્યકરને કહ્યું કે નહિ  પછી તેઓ માત્ર કાગળો પર જ તપાસ કરે છે. તે તાજપુરા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News