કોંગ્રેસ વોર્ડ ૧૦ની પેનલનો કોબા અને રાંદેસણ ખાતે ઝંઝાવતી પ્રચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 11:32:25
  • Views : 274
  • Modified Date : 2021-04-08 11:32:25

કોંગ્રેસ વોર્ડ નંબર ૧૦ ની પેનલનો જુના કોબા ખાતે અંબે માના મંદિરે દર્શન કરી જુના કોબામાં ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી. જેમાં તેમને ભારે આવકાર મળ્યો હતો. જે બાદ તેમને રાંદેસણમાં ખોડીયાર માના દર્શન કરી ડોર ટુ ડોર પ્રચારમાં રાંદેસણના લોકોએ તેમને વધાવ્યા હતા. વોર્ડ નંબર ૧૦ની પેનલના કરણસિંહ પરમાર, ભારતીબેન પટેલ મુકેશભાઇ શાહ અને હંસાબેન પરમારને લોકોએ વિજય આશીર્વાદ પાઠવ્યા હતા. કોરોનાનો વધતા જતા કેસના કારણે ઉમેદવારો પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકોનું પણ ધ્યાન રાખી રહ્યા છે.

Download Our B K News Today App



Related News