સરહદી વાવ પંથકમાં ભાજપ તરફી ભારે જુવાળ જંગી સભાઓને સંબોધતા પરબતભાઇ અને શંકરભાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 05:52:00
  • Views : 567
  • Modified Date : 2019-04-14 05:52:00

લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જિલ્લાના સરહદી વાવ
પંથકમાં ભારતીય જનતા
પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલ ને ભારે આવકાર સાંપડી રહ્યો છે અને વાવ થરાદ સુઈગામ નો સમગ્ર સરહદી વિસ્તાર પોતીકા ઉમેદવારને જંગી મતોની લીડથી વિજયી બનાવવા થનગની રહ્યો છે. બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર સાથે આજે આજ વિસ્તારના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય, રાજ્યના પુર્વ મંત્રી અને એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ જોડાયા હતા. સમગ્ર વિસ્તારની પ્રજા આજે પોતાના પૂર્વ ધારાસભ્ય અને હંમેશાં સુખ-દુઃખમાં પ્રજાની પડખે રહેનારા સરહદના મંત્રી  શંકરભાઈ ચૌધરીને ભારે ઉત્સાહથી આવકારીને પુનઃ આ વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે સૌ કટિબદ્ધ બન્યા હતા. બંને આગેવાનોએ વાવ પંથકના સણવાલ, ઢીમા, તીર્થગામ, સુઈગામ, મીઠા, ચેમ્બુવા અને ભાભર ગામોએ એકઠી થયેલ વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલીને દેશના બાહોશ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને પુનઃ આ દેશના વડાપ્રધાન પદે આરૂઢ કરવા જનતાને આહ્વાન કર્યું હતું.
પોતાના સંબોધનમાં પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે એક બાહોશ ચોકીદાર દિલ્હીમાં બેઠો છે જે સમગ્ર દેશનું રાતદિવસ ધ્યાન રાખી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી  પરબતભાઇ સ્વરૂપે એક કમળ દિલ્લી મોકલીને આપણે સૌ આ ચોકીદારના હાથ મજબૂત કરીએ.  ભાજપના ઉમેદવાર  
પરબતભાઇ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી જ લીધું છે ત્યારે આપણે પણ દેશના નિર્ણયમાં આપણો સૂર પુરાવી ને અહીંથી પણ એક કમળ શ્રી નરેન્દ્રભાઈને ભેટ ધરીએ.
આજે પ્રવાસમાં વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી ઉમેદદાન ગઢવી, તાલુકા પ્રમુખ કાનજીભાઈ રાજપુત,નાગજીભાઈ રબારી, રૂપસીભાઈ પટેલ વગેરે અગ્રણીઓ જોડાયા હતા. સણવાલ ખાતે મળેલી સભામાં અનેક કોંગ્રેસી કાર્યકરોએ પંજો છોડીને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જેમાં દૈયપના સરપંચ પૃથ્વીદાન ગઢવી, શામળદાન ગઢવી (મીઠા વીચારણ), બબાભાઈ ગોહિલ, મોહનભાઈ ઠાકોર, રેવાભાઇ ઠાકોર, લક્ષ્મણભાઈ રબારી રબારી, કુવરશીભાઈ રબારી, પશાભાઇ હરિજન, મહોબતદાન ગઢવી, બબાભાઈ દેસાઈ (તખતપુરા), લક્ષ્મણ ભાઈ દેસાઈ (દૈયપ), ત્રીકમાભાઈ (દૈયપ), રામાભાઇ (દૈયપ) સહિત અનેક કોંગ્રેસી આગેવાનો તેમના ટેકેદારો સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા હતા શ્રી શંકરભાઈ ચૌધરીએ સૌને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.

Download Our B K News Today App



Related News