કળયુગની માતાએ નણંદની સામાન્ય વાતે માઠુ લગાડતા બે દિકરીઓને કેનાલમાં હોમી દીધી દહેગામમાં મમતા લજવાઇ ઃ જનેતાએ પોતાની બે દિકરીઓને મારી નાંખી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 10:54:44
  • Views : 308
  • Modified Date : 2020-12-29 10:54:44

છોરુ કછોરુ થાય પરંતુ માવતર કમાવતર ના થાય આ કહેવત હવે ખોટી પડી રહી છે. કળયુગમાં હવે સબંધો પુરા થતા હોય તેવું જાેવા મળી રહ્યું છે. દહેગામના આંત્રોલીમાં રહેતી મહિલાની મોટી દિકરીએ
પોતાની મા પાસે ચવાણુ માંગતા તેને પોતાની નણંદને કહેતા નણંદે મેણું મારતા કહ્યું કે તમારો વસ્તાર છે, તેની તને ચિંતા. તેમ કહેતા માઠુ લગાડી પોતાની એક છ મહિનાની અને ૪ વર્ષની દિકરીને લઇને જલુન્દ્રા કેનાલમાં ફેકી દીધી હતી. એક માતાએ
પોતાની મમતા લજવી હતી.
મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના આંત્રોલી ગામમાં રહેતી શિલ્પાબેન સિદ્ધરાજસિંહ સોલંકી ઘરે સ્નાન કરતા હતા તે દરમિયાન ઘર
પાસે એક પ્લાસ્ટીકની સામે ચવાણુ આપતો ફેરિયો આવ્યો હતો. તે જાેઇ ૪ વર્ષની મોટી દિકરી ઉર્વશીએ ચવાણુ ખાવાની જીદ કરી હતી. ત્યારે શિલ્પાબેને પોતાની નણંદ સરોજને કહ્યુ હતું કે, આપણા ઘર ઉપર જૂનું પ્લાસ્ટીક પડ્યું છે તે ઉતારીને ચાવાણું લઇ લેને.
ત્યારે નણંદ સરોજે કહ્યું હતું કે, તારો વસ્તાર છે, તેની તને ચિંતા. અમે અમારા બાપનંુ ખાઇએ છીએ. આવા કડવા વેણ ઉચ્ચારતા માતા
શિલ્પાબેનને લાગી આવ્યુ હતુ અને તારા બાપનું મારે ખાવુ નથી કહી બે દિકરી ઉર્વશી અને શ્રદ્ધાને લઇ ઘરેથી નિકળી ગયા હતા. ત્યારબાદ ઘરે આવેલા સિદ્ધરાજસિંહે પોતાની પત્ની અને દિકરીઓને ઘરે નહિ જાેતા તપાસ હાથ ધરી હતી. ત્યારે એક અજાણ્યા નંબર
ઉપરથી પત્નીએ પતિને ફોન કર્યો હતો. પતિ પરિવારના સભ્યો સાથે પત્નીને લેવા ગયો હતો. પત્ની મળી હતી પરંતુ  દિકરીઓ સાથે જાેવા નહિ મળતા વધુ આકરી
પૂછતાછ કરતા કળયુગની ક્રુર માતાએ દિકરીઓને જલુન્દ્રાથી કડાદરા રોડ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. સામાન્ય બાબતે માઠું લગાડીને ફૂલ જેવી બે દિકરીઓને મોત આપનાર માતા સામે સમગ્ર પંથકમાં રોષ જાેવા મળતો હતો.

Download Our B K News Today App



Related News