ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:16:28
  • Views : 472
  • Modified Date : 2020-05-27 11:16:28

ડીસા નગરપાલિકામાં લોકડાઉન દરમ્યાન જનરલ બોર્ડની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડન વિશે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ બગીચાને ખુલ્લો મૂકવા ઉપરાંત આ બગીચામાં થયેલી કથિત ગેરરીતિ અંગે તપાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ડીસા નગરપાલિકાની સાધારણ સંભા હંમેશા ગરમાગરમી માહોલમાં યોજાતી હોય છે ત્યારે યોજાયેલી આ સાધારણ સભામાં શહેરના વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. યોજવામાં આવેલી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં ડીસા શહેરમાં સોલર પ્લાન્ટ બનાવવા ઉપરાંત શહેરમાં સર્જાયેલી પીવાના
પાણીની સમસ્યાના નિવારણ માટે નર્મદાના પાણી અંગે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાલિકાના તમામ સભ્યોની સહમતીથી ડીસા શહેરમાં આગામી સમયમાં આ બંને પ્રોજેકટ પર નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પ્રોજેકટની દરખાસ્ત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાધારણ સભામાં જે અગત્યનો મુદ્દો ચર્ચામાં રહ્યો તે ડીસા શહેરમાં બે વર્ષ અગાઉ તૈયાર થયેલો નાનાજી દેશમુખ ગાર્ડનનો હતો. આ બગીચો અગાઉ સરકારી જમીન પર મંજૂરી વગર બનાવવામાં આવ્યો હોવાના લીધે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. ત્યારે આ બગીચાને ડીસા શહેરની જનતા માટે ખુલ્લો મૂકવા અને તેનું સમારકામ કરવા અંગેનો નિર્ણય લેવામાવ્યો હતો. આ અંગે
વિપક્ષના નેતાએ પણ માંગ કરી હતી કે બગીચા જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તે નિર્ણય ખૂબ સારો છે. પરંતુ આ બગીચો બનાવવામાં
પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જો સરકારી નાણાંનો દુર્વ્યય થયો હોય તો તેની સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી.
આ ઉપરાંત આ જનરલ બોર્ડમાં સંગીન મામલો પણ સ્થાનિક ધારાસભ્યએ બહાર લાવ્યો હતો. બગીચા પર ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ બગીચામાં જે પણ લોકોએ સરકારી નાણાંનો દૂરઉપયોગ કર્યો છે તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાધારણમાં ફરી એકવાર શાસક પક્ષના સભ્યો જ
પરસ્પર વિરોધ કરતા નજરે
પડ્‌યા હતા અને શાસક પક્ષે જ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ નાનાજી દેશમુખ ગાર્ડન અને લેટરપેડના મુદ્દે પૂર્વ પાલિકા પ્રમુખની મુશ્કેલીઓમાં આગામી સમયમાં ચોક્કસ વધારો થાય તો નવાઈ નહી.

Download Our B K News Today App



Related News