દેશમાં મંદી પણ જન ધન એકાઉન્ટોમાં જમા થતી રકમમાં તેજી, જાણો આંકડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 18:06:50
  • Views : 753
  • Modified Date : 2019-11-07 18:06:50

દેશમાં ભલે આર્થિક મંદીનો માહોલ હોય પણ દેશભરની બેન્કોમાં ખોલવામાં આવેલા કરોડો જન ધન એકાઉન્ટમાં તેજી જોવા મળી રહી છે.એક અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આ એકાઉન્ટોમાં જમા થનારી રકમમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ આખા દેશમાં 37 કરોડ જેટલા બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાં 1.06 લાખ કરોડની રકમ જમા થઈ હતી. આ યોજનાનો હવે આ એકાઉન્ટમાં જમા થતી રકમમાં વધારો થયો છે. સરેરાશ દરેક એકાઉન્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જમા થયેલી રકમ 1000 રૂપિયાથી વધીને 2885 રૂપિયા પર પહોંચી છે.પ્રારંભ 2014માં થયો હતો. પીએમ મોદીની આ મહત્વકાંક્ષી યોજનાઓ પૈકીની એક હતી. આ યોજનામાં ઝીરો બેલેન્સની સુવિધા અપાઈ છે.મતલબ કે, આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર હોતી નથી. 28 ઓગષ્ટ બાદ ખોલાયેલા બન્ક એકાઉન્ટ માટે સરકારે એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સની રકમ પણ એક લાખથી વધારીને બે લાખ રૂપિયા કરી નાખી છે.

Download Our B K News Today App



Related News