પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 12:49:16
  • Views : 452
  • Modified Date : 2019-09-18 12:49:16

નયા ભારતના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૬૯માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ પ્રદેશ સંગઠનના મહામંત્રી કે.સી.
પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડા.અનિલ નાયક, અન્ય ફેકલ્ટી મેમ્બર્સ તથા સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓની સાથે રહી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે પ્રદેશ સંગઠનના મહામંત્રી કે.સી.
પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વન ટાઈમ યુઝ પ્લાÂસ્ટકનો ઉપયોગ ટાળવા તથા તેનો યોગ્ય નિકાલ કરવા સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના જન્મદિવસને તેમના ફ્‌લેગશીપ કાર્યક્રમોના યોગ્ય અમલ દ્વારા ઉજવવો જોઈએ. સ્વચ્છ ભારત, પ્લાÂસ્ટક મુક્ત ભારત, ફિટ
ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં તમામ વિદ્યાર્થીઓ અને નાગરીકોએ ભાગ લઈ તેના ઉદ્દેશ સિદ્ધ કરી પ્રધાનમંત્રીના કાર્યમાં સહભાગી બનવું જોઇએ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત તથા તેમના જીવન અને કાર્યો વગેરે પર લખાયેલા પુસ્તકો માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી અલાયદા કોર્નરની શરૂઆત કરવામાં આવી. સાથે સાથે કેક કાપી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રીના જીવનકાળના ૭૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મહાનુભાવો, વિવિધ ફેકલ્ટીના મુખ્ય અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ૭૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પર્યાવરણને પ્લાÂસ્ટકથી થતાં નુકશાનને રોકવા પ્લાÂસ્ટક બૅગના ઉપયોગ પર અંકુશ લાવવા તેના સ્થાને કાપડની ઈકો ફ્રેન્ડલી બૅગનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડા. અનિલ નાયક દ્વારા વિદ્યાર્થીઓને શરમ છોડી પ્લાÂસ્ટકના સ્થાને કાપડ કે કાગળની ઈકો ફ્રેન્ડલી બૅગ વાપરવા અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News