ડીસા શહેરમાં સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:18:39
  • Views : 328
  • Modified Date : 2020-11-01 11:18:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે દેશ ભરમાં સરદાર પટેલ જન્મ જંયતિને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.  સમગ્ર દેશ સરદાર સાહેબની જન્મજયંતી ઉજવી રહ્યો છે.  આપણે જે હિંદુસ્તાનમાં રહીએ છીએ, જે તિરંગા ઝંડા નીચે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, અટકથી કટક સુધી, હિમાલયથી લઈને અરબી સમુદ્ર સુધી એક હિંદુસ્તાનને જોઈ રહ્યા છીએ, તેનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે. વલ્લભભાઈ પટેલની નેતૃત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં ‘સરદાર’ના હુલામણા નામથી સંબોધાય છે. રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદારવલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી..જે અંતર્ગત આજે ડીસા શહેરમાં વસતા પાટીદાર સમાજના યુવકો દ્વારા સરદાર વલ્લભભાઈના બાવલાને ફૂલહાર ચડાવી તેમના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. જે બાદ ડીસા શહેરના શહેર ભાજપ, ડીસા શહેર કોંગ્રેસ તેમજ અન્ય સંગઠનો દ્વારા સરદાર વલ્લભભાઈના બાવલાને ફૂલહાર ચઢાવી સરદાર વલ્લભભાઈ તુંમ અમર રહો ના નારા સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News