એક્સપાયરી દવાનો મામલો ઃ ડીસામાં બિનવારસી મળેલી દવાની જાણ પ્રદૂષણ વિભાગને કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:51:55
  • Views : 462
  • Modified Date : 2020-06-24 11:51:55

ડીસા શહેરના ગાયત્રી મંદિર સામેના ફૂટપાથ ઉપર રવિવારની રાત્રે એક્સપાયરી થયેલી દવા તેમજ ઇન્જેક્શનનો મોટા પ્રમાણમાં જથ્થો કોઈ ફેંકી ગયું હતું. જે અંગેની ડીસા આરોગ્ય વિભાગને જાણ થતા આ જથ્થો કબજે લઈને પ્રદુષણ વિભાગને પણ જાણ કરાઈ હતી.
ડીસામાં રવિવારની રાત્રે અહીંના ગાયત્રી મંદિર સામે આવેલી ફૂટપાથ ઉપર તેમજ નજીકમાં આવેલી વીજ ડીપી
પાસે કેટલીક જાણીતી
કંપનીઓની ટેબલેટ, વિટામિનની કેપ્સુલ તેમજ
ઇન્જેક્શનનો જથ્થો જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવ્યો હતો. આ દવાનો જથ્થો આરોગ્ય વિભાગે કબજે લીધો હતો. એક્સપાયર થયેલી દવાઓ કોણ નાખી ગયું છે તેની માહિતી મેળવવા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડીકલ એજન્સીઓને નોટિસ
આપવામાં આવી છે. જયારે આગળની તપાસ અને કાર્યવાહી કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને  જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં વારંવાર મેડીકલ વેસ્ટ જાહેરમાં નાખવાની ઘટના પ્રકાશમાં આવે છે. ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓચિંતી તપાસ કરવાની જરૂર છે.
 

Download Our B K News Today App



Related News