મહેબૂબાએ કહ્યું- ભારતે જનતાના બદલે જમીનને મહત્વ આપ્યું, કાશ્મીરીઓ પાસેથી તેમનો હક છીનવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 12:14:22
  • Views : 586
  • Modified Date : 2019-08-03 12:14:22

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનો વિશેષ દરજ્જો (કલમ 35 એ) વિશે કોઈ નિર્ણય લેવાની શક્યતાએ તણાવનું વાતાવરણ ઉભુ થયું છે. આ વિશે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, હવે આ મુદ્દો આર-પારનો થઈ ગયો છે. ભારત સરકારે જનતાની જગ્યાએ જમીનને મહત્વ આપ્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં 10 હજાર સેનાના જવાનો તહેનાત કર્યા છે.હકીકતમાં શુક્રવારે રાતે રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ મંડળને બોલાવ્યા હતા. આ દરમિયાન મહેબૂબાએ રાજ્યપાલને કહ્યું કે- અફવાઓને દૂર કરવાની જરૂર છે. ખીણમાં તેના કારણે તણાવ ફેલાઈ રહ્યો છે.મલિકે પ્રતિનિધિ મંડળને જણાવ્યું છે કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા અમરનાથ યાત્રીઓ પર હુમલાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારપછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સેનાની સમગ્ર રાજ્ય પર નજર છે. તેથી કોઈ પણ આતંકીને તેની ઈચ્છાઓ પૂરી કરવામાં સફળતા નહીં મળે. આ જ કારણથી યાત્રીઓને પણ પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારપછી મહેબૂબાએ ટ્વિટ્સ કરીને કાશ્મીરના વિશેષ દરજ્જાને લઈને પણ પોતાનો મત જણાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, તમે એક માત્ર મુસ્લિમ બહુમતી રાજ્યને જીતવામાં નિષ્ફળ થયા છો. જેણે ધાર્મિક આધાર પર ભાગલાને નકાર્યા અને ધર્મનિરપેક્ષ ભારતની પસંદગી કરી છે.મહેબૂબાએ કહ્યું કે, મુફ્તી મોહમ્મદ સઈદ સાહેબ હંમેશા કહેતા હતા કે, કાશ્મીરીઓને જે પણ કઈ મળશે તે તેમના દેશ ભારત પાસેથી મળશે. પરંતુ આજે એવું લાગે છે કે, પોતાની ખાસ ઓળખની રક્ષા માટે તેમની પાસે જે પણ હતું તે હવે દેશ તેમની પાસેથી બળપૂર્વક છીનવવાની તૈયારી કરે છે. મુફ્તી મોહમ્મદ સઈદ પીપુલ્સ ડેમોક્રેટ પાર્ટી (પીડીપી)ના સંસ્થાપક છે. તેઓ બે વાર રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.જમ્મુ-કાશ્મીર સરકારે અમરનાથ યાત્રીઓને પર્યટકોને ખીણમાં આતંકી હુમલાના ઈનપુટ્સને ધ્યાનમાં રાખીને જલદી પરત ફરવાની સલાહ આપી છે. જોકે આ પહેલાં પણ અમરનાથ યાત્રા હંમેશા આતંકી જોખમમાં જ પૂરી થતી હોય છે.

Download Our B K News Today App



Related News