જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર UAEએ આપ્યું રિએક્શન, ચોખ્ખુ કહી દીધું કે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 13:12:37
  • Views : 1180
  • Modified Date : 2019-08-07 13:12:37

સંયુક્ત અરબ અમીરાત (UAE)એ જમ્મુ-કાશ્મીર માટે વિશેષ દરજ્જો સમાપ્ત કરવા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યનું વિભાજન કરવાનાં મોદી સરકારનાં નિર્ણયનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં 5 સ્થાઈ સભ્યો સહિત ઘણા દેશોને સરકારનાં કાશ્મીર પગલા પર એક દિવસ પહેલા જ જાણકારી આપવામાં આવી હતી.

કલમ-370 હટાવવી ભારતનો આંતરિક મામલોભારતમાં સંયુક્ત અરબ અમીરાતનાં રાજદૂત ડૉ. અહમદ અલ બન્નાએ કહ્યું કે કાશ્મીર કલમ-370ની કેટલીક જોગવાઈઓ હટાવવી ભારત સરકારનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે, “રાજ્યોનું પુન:ગઠન સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં અનોખી ઘટના નથી અને આનો મુખ્ય ઉદ્દેશ ક્ષેત્રીય અસમાનતા ઓછી કરવાનો છે અને કાર્યક્ષમતા વધારવાનો છે. આ ભારતીય સંવિધાન દ્વારા નિર્ધારિત આંતરિક મામલો છે.”

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાજણાવી દઇએ કે મોદી સરકારે એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ ખત્મ થઈ ગયો છે. તો સરકારે જમ્મુ-કાશ્મીરનું બે ભાગમાં વિભાજન કરી દીધું છે. જે અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચનારા બિલને સરકારે સંસદનાં બંને ગૃહમાં પાસ કરાવી દીધું છે.

Download Our B K News Today App



Related News