જામનગરની પરિણીતાને વાંકાનેરમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સીતમ : દહેજની માગણી સાથે હાંકી કાઢ્યાની ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-19 17:50:52
  • Views : 33
  • Modified Date : 2025-02-19 17:50:52

જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતી અને વાંકાનેર પરણાવેલી એક યુવતીને તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ દહેજની માંગણી સાથે ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતી મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ સોલંકી કે જેને વાંકાનેરમાં રહેતા પોતાના પતિ સાસુ જેઠ અને નણંદ વગેરે ત્રાસ ગુજારતા હતા, અને માવતરેથી દહેજમાં રોકડા રૂપિયા લઇ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.

 જેથી તેણીએ જામનગર આવી અને મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જયાં તેણીએ પોતાના પતિ નરેન્દ્ર ડાહ્યાભાઈ સોલંકી, સાસુ હંસાબેન ડાયાભાઈ સોલંકી, જેઠ મેહુલ ડાયાભાઈ સોલંકી અને નાણંદ ચેતનાબેન કપિલભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર વાંકાનેર સુધી લંબાવ્યો છે.

Download Our B K News Today App



Related News