જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-28 14:48:48
  • Views : 382
  • Modified Date : 2020-01-28 14:48:48

જામનગર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જે ઘટનાની જાણ થતા મેઘપર પોલીસ અને 108ની ટીમ દોડી ગઇ હતી. જેમાં ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આમ મૃતકોમાં કુલદીપ ગોરધન સોનરત (ઉ.વ.21), વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા (ઉ.વ.14), સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.22) અને અન્ય એક યુવકનો સમાવેશ થાય છે.આમ તમામ મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે.જેમાં એક ગામના 4 યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. 

Download Our B K News Today App



Related News