જમ્મુ કાશ્મીરનો સળગતો પ્રશ્ન પરિસીમન શું પરિસીમનથી જમ્મુ કશ્મીરનો રાજનૈતિક નકશો બદલાશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:07:55
  • Views : 1069
  • Modified Date : 2019-06-13 11:54:42

શું  પરિસીમનથી  અલગાવવાદીઓ અને કાશ્મીર  ઘાટીના નેતા ડરી રહ્યા છે?

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન કરવાનું વિચારી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન થાય તો જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ક્ષેત્ર જમ્મુ કાશ્મીર લદાખ વિધાનસભા સીટોની સંખ્યામાં બદલાવ થઈ જશે. જો
પરિસીમન થયું તો
જમ્મુ-કશ્મીરનાવિધાનસભાના નકશા પણ બદલાઈ જશે. જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં અત્યાર સુધી કશ્મીરનું જ
પલ્લુ ભારે રહ્યું છે.
કારણકે કાશ્મીરની વિધાનસભા સીટો જમ્મુ કરતાં વધારે છે. જો પરિસીમન થયું તો વિધાનસભા સીટ વધી જશે અને વધી ગઈ તો અલગાવાદી નેતાઓ કમજોર થતાં જશે .
 જો આવું થાય તો છેલ્લાં ૭૨ વર્ષમાં પહેલી વખત એવું થશે કે અલગાવવાદી નેતાઓનું વર્ચસ્વ ઘટશે અને રાષ્ટ્રવાદી શક્તિઓનું નિર્માણ થશે.



ત્નશ્દ્ભની ૮૭ વિધાનસભા સીટોનું રાજકીય વિશ્લેષણ
પરિસીમન એટલે કે કોઈ રાજ્યના નિર્વાચન શક્તિના સીમાનું નિર્ધારણ કરવું .સંવિધાનમાં દર ૧૦ વર્ષે પરિસીમન કરવાનો ઉલ્લેખ કરેલું છે, પણ સરકાર જરૂરિયાત પ્રમાણે જ પરિસીમન કરે છે. જમ્મુ-કાશ્મીરમાં ૮૭ સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી થાય છે. જેમાં કશ્મીરમાં ૪૬ સીટ અને જમ્મુમાં ૩૭ અને લદ્દાખમાં ચાર વિધાનસભા સીટ છે. ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કશ્મીર ઘાટી અને જમ્મુની વચ્ચે મતદાતાઓની સંખ્યામાં ખાલી બે લાખનો ફરક હતો, જમ્મુમાં ૩૧ લાખ મતદારો હતા જ્યારે કશ્મીર અને લદાખમાં મળીને કુલ ૨૯ લાખ મતદારો જ હતા.

 પરિસીમન કરવું મોદી સરકાર માટે નથી આસાન
મોદી સરકારનું આ પગલું પરિણામમાં પરિવર્તન કરતા ખુબ જ કઠીનાઈઓ આવી શકે છે. ત્યાંના લોકો આ પરિસ્થિતિમાં
પથ્થર નાખી શકે છે. તેમજ મોદી સરકારના આ નિર્ણય પછી મહેબુબા મુફ્‌તીએ ટ્‌વીટ કયુ હતું કે આ નિર્ણયથી હું ખુબ હેરાન છું. ફારૂક અબ્દુલ્લા પણ આ નિર્ણયનો વિરોધ કરતા આવ્યા છે. જ્યારે તેમની સરકાર હતી તેમજ તેમની વિધાનસભામાં પૂર્ણ બહુમતી હતી ત્યારે પણ તેઓ આ મુદ્દે કોઈપણ દિવસ કામ કયુ નથી કે વિચાર્યુ પણ નથી. મોદી સરકારના પ્રમાણે જો પરિસીમન થાય તો ફારૂક અબ્દુલ્લા અને મુફ્‌તી પરિવારનું રાજકારણ છે તે પૂરું થઈ જશે. તેમનો ડર હાલથી કશ્મીરમાં ફેલાઈ ગયો છે , કે તેમની કાશ્મીર ઘાટીની જે રાજનીતી દુકાનબંધ થઈ જશે અને જમ્મુ તેમજ લદ્દાખને ન્યાય મળશે.

 જમ્મુ કરતા કાશ્મીરમાં શા માટે વિધાનસભા સીટ વધારે છે ?
૧૯૪૭માં જમ્મુ અને કાશ્મીરની રિયાસતનો ભારતમાં વિલય થયો હતો. જમ્મુ કાશ્મીરમાં એ વખતે મહારાજા હરિસિંઘ શાસન હતું. વર્ષ ૧૯૪૭ સુધી શેખ અબ્દુલ્લા કશ્મીરીઓના સર્વમાન્ય નેતા તરીકે લોકપ્રિય થઈ ચૂક્યા હતા .જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંઘ શેખ અબ્દુલ્લાને પસંદ નહોતા કરતા. શેખ અબ્દુલ્લાને પંડિત નેહરુના આશીર્વાદ પ્રાપ્ત હતા.
પંડિત નેહરુના કહેવાથી હરિસિંઘે અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી નિયુક્ત કરી દીધા .૪૮ વર્ષ ૧૯૪૮માં અબ્દુલ્લા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ મહારાજ હરીસિંઘની શક્તિઓ સમાપ્ત થવા લાગી હતી અને અબ્દુલ્લાએ રાજ્યમાં એની મનમાની શરૂ કરી દીધી .૧૯૫૧માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ. જમ્મુ-કાશ્મીરમાંથી જમ્મુને ૩૦ વિધાનસભા સીટ આપી , કાશ્મીરને ૪૩ વિધાનસભા સીટ આપી અને લદ્દાખને ખાલી ૨ વિધાનસભા સીટ આપી. વર્ષ ૧૯૯૫ સુધી જમ્મુ અને કાશ્મીરમાં આ જ સ્થિતિ રહી. આના માટે ૧૯૯૩માં જમ્મુ અને કાશ્મીરમાં એક આયોગની બનાવવામાં આવ્યું . ૧૯૯૫માં પરિસીમન આયોગની રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો. પહેલાં જમ્મુ-કાશ્મીરની ૭૫ સીટો હતી પણ પરિસીમન બાદ જમ્મુ-કાશ્મીરમાં ૧૨ વિધાનસભા સીટો વધારવામાં આવી. જેથી અત્યારે વિધાનસભામાં કુલ મળીને ૮૭ સીટો થઈ ગઈ .જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હંમેશા નેશનલ કોન્ફરન્સ અને પી.ડી.પી .જેવી કશ્મીર કેન્દ્ર પાર્ટીઓનું જ વર્ચસ્વ રહ્યું છે. આ એ જ પાર્ટીઓ છે જે અનુચ્છેદ ૩૭૦ અને અનુચ્છેદ ૩૫(ટ્ઠ) ને હટાવવા માટે વિરોધ કરે છે. આ બે પાર્ટીઓને અલગ-અલગ પરિવારો ચલાવે છે. દરેક પરિસ્થિતિમાં માત્ર કશ્મીર ઘાટી પાર્ટીઓનું જ વર્ચસ્વ રહે છે. વિધાનસભાની સીટોની વાત કરીયે તો જમ્મુ અને લદ્દાખની સીટો ભેગી કરીએ, તો પણ માત્ર ૪૧ સીટ જ થાય છે. જયારે કશ્મીરની ૪૬ વિધાનસભા છે, આજ કારણ છે કે જમ્મુ કાશ્મીરમાં હંમેશા મુખ્યમંત્રી કાશ્મીરમાંથી કેમ ચૂંટાઈને આવે છે.

વર્ષોથી બે પરિવારો દ્વારા ત્નશ્દ્ભ પર રાજ કરવામાં આવે છે
છેલ્લાં ૩૦ વર્ષમાં
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પી.ડી.પી. સિવાય કોઈની સરકાર બનતી નથી. નેશનલ
કોન્ફરન્સ ઉપર અબ્દુલ્લા
પરિવારનું રાજ છે અને
પી.ડી.પી . માં મુફ્‌તી
પરિવારનું રાજ છે કાશ્મીરના આ બન્ને પરિવાર કશ્મીર ઘાટીમાંથી આવે છે જમ્મુ કશ્મીરમાં પહેલાં એવું હતું કે મુફતી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બને અથવા ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી બને બંને વારાફરતી મુખ્યમંત્રી બનતા હતા .

૨૦૦૨માં અબ્દુલા સરકાર દ્વારા
પરિસીમન ઉપર રમાયું ગંદુ રાજકારણ
વર્ષ ૨૦૦૨માં નેશનલ કોન્ફરન્સની સરકારે પરિસીમનના પ્રસ્તાવને ૨૦૨૬ સુધી રોકી દીધો હતો. અબ્દુલા સરકારે જમ્મુ અને કાશ્મીર િીpિીજીહંર્ટ્ઠૈંહ ર્ક ંરી pીર્pઙ્મી ટ્ઠષ્ઠં ૧૯૫૭ અને જમ્મુ કાશ્મીરનું સંવિધાન સેકસન ૪૭ (૩) માં બદલાવ કર્યો હતો. અનુચ્છેદ ૪૭ (૩) પ્રમાણે ૨૦૨૬ પછી જ્યાં સુધી જનસંખ્યાના સાચા આંકડા સામે ના આવે ત્યાં સુધી વિધાનસભાની સીટોમાં પરિવર્તન નહીં થાય. ૨૦૨૬ ની બાદ મતગણતરી વર્ષ ૨૦૩૧ માં આવશે જોવા જઈએ. તો જમ્મુ કશ્મીરમાં પરિસીમન ૨૦૩૧ સુધી ટાળી દેવામાં આવ્યું છે એટલે કે ૨૦૩૧ સુધી મુક્તિ અને અબ્દુલ્લા પરિવાર સલામત છે અને તેઓ ૨૦૩૧ સુધી રાજ કરતા રહેશે . ફારૂક અબ્દુલ્લા સરકારની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા દાખલ કરવામાં આવી હતી. અને ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે આ યાચિકા ફગાવી દીધી હતી ત્યારે કેન્દ્રમાં
કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસ સરકાર પહેલેથી જ મુફ્‌તી સરકાર અને ફારૂક અબ્દુલ્લા સરકારને સપોર્ટ કરતી આવી છે. એટલે કે મોદી સરકારની સામે રાજકીય સાથે કાનૂની ચૂનોતી પણ છે.


Download Our B K News Today App



Related News