મહેબૂબા પછી હવે ઓમર અબ્દુલ્લાએ કહ્યું- મને અને મારા પિતા ફારુકને નજરકેદ કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 12:13:13
  • Views : 240
  • Modified Date : 2021-02-14 12:13:13

    નેશનલ કોન્ફરન્સના લીડર ઓમર અબ્દુલ્લાએ રવિવારે કહ્યું કે, તેમને અને તેમના પિતા ફારુકને અધિકારીઓએ નજરકેદ કરી દીધા છે. આ પહેલા શનિવારે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે, તેમને નજરબંધ કરી દેવાયા છે.ઓમરે રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે લખ્યું કે, ઓગસ્ટ 2019 પછી આ નવું કાશ્મીર છે. અમને અમારા ઘરોમાં કોઈ પણ કારણ વગર બંધ કરી દેવાયા છે. તેમને મને અને મારા પિતાને ઘરમાં બંધ કર્યા એટલું પૂરતું નહોતું જે એ લોકો હવે મારી બહેનો અને બાળકોને પણ ઘરમાં બંધ કરી દીધા છે.

    તેમણે કહ્યું કે, તમારા લોકતંત્રનું નવું મોડલ એ જ છે કે અમને કોઈ પણ કારણો વગર નજરબંધ કરી દેવાય, પણ ઘરમાં કામ કરનાર સ્ટાફને પણ આવવા દેવાતા નથી. હવે જ્યારે હું ગુસ્સે થાવ છું અને પોસ્ટર દેખાડું છું તો તમે આશ્વર્ય થાય છે.જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી ફારુક અને ઓમરને 5 ઓગસ્ટ 2019ના રોજ નજરબંધ કરી લેવાયા હતા. ઓમર પર પીએસએ હેઠળ લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો. ફારુક 13 માર્ચ અને 24 માર્ચે છૂટ્યાં હતા.

    આ પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તીએ એક વિડિયો શેર કરીને પોતાને નજરબંધ કરવાનો આરોપ લગાવ્યો હતો.મહેબૂબાએ કહ્યું કે, નકલી અથડામણમાં માર્યા ગયેલા અતહર મુશ્તાકના પરિવારને મળવાનો પ્રયાસ દરમિયાન તેમને હંમેશાની જેમ ઘરમાં નજરકેદ કરી દેવાયા. સરકારના અમુક લોકો મારા ઘરે આવ્યા અને મને બહાર જવાથી અટકાવી. મેં જ્યારે તેમને કારણ પૂછ્યું તો તેમણે મૌન ધારણ કરી લીધું.

    જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા પછી મહેબૂબા મુફ્તીને નજરબંધ કરી લેવાયા હતા. તેમને ગત વર્ષે 27 નવેમ્બરે છોડી મૂકાયા છે. તે 14 મહિના સુધી નજરબંધ રહ્યાં. કાશ્મીર ઝોન પોલીસે મામલામાં ટ્વિટ કરીને જણાવ્યું કે, મહેબૂબા મુફ્તીને ઘરે નજરબંધ નથી કરવામાં આવ્યા પણ સુરક્ષાના કારણોસર તેમને પુલવામાની મુલાકાત રદ્દ કરવા માટે અપીલ કરાઈ હતી.



Download Our B K News Today App



Related News