શ્રીનગરમાં આતંકવાદના કારણે બંધ થયેલું મંદિર 31 વર્ષ પછી ખૂલ્યુ, વસંતપંચમી પર પૂજા થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 12:14:48
  • Views : 275
  • Modified Date : 2021-02-17 12:14:48

    શ્રીનગરમાં એક મંદિરના કપાટ 31 વર્ષ પછી ખૂલ્યા. અહીં મંગળવારે ફરી મંત્રનો અવાજ સંભળાવ્યો. ઘાટીમાં આતંકવાદની શરૂઆત અને હિન્દુ વિરોધી માહોલ બન્યા પછીથી આ મંદિર બંધ હતું. હબ્બા કદલ વિસ્તારમાં બનેલા શીતલનાથ મંદિરમાં વસંતપંચમી પર ભક્તોએ વિશેષ પૂજા કરી.

    મંદિરમાં હાજર સંતોષ રાજદાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મંદિરને ફરીથી ખોલવામાં સ્થાનિક લોકોને ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો ઘણો સપોર્ટ મળ્યો છે. તેમણે જણાવ્યું કે, લોકો અહીં પૂજા કરવા માટે આવતા હતા, પણ આતંકવાદના કારણે આ મંદિરને બંધ કરી દેવાયું હતું. આસપાસ રહેતા હિન્દુ પણ હિજરત કરીને ગયા હતા. મોટાભાગના મુસ્લિમ સમુદાયના લોકોએ જ અમારી મદદ કરી.

    શીતલનાથ મંદિરમાં પૂજા કરાવી રહેલા રવિંદર રાજદાને કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકોએ આ પહેલ માટે અમને જરૂરી મદદ કરી. તે મંદિરની સફાઈ માટે આગળ આવ્યા અને પૂજાનો સામાન પણ લાવ્યા. પહેલા અમે દર વર્ષે વસંત પંચમી પર પૂજા કરતા હતા.બાબા શીતલનાથ ભૈરવની જયંતી વસંત પંચમી પર આવે છે. આ જ કારણ છે કે અમે આ દિવસને ધૂમધામથી ઉજવીએ છીએ.5 ઓગસ્ટ 2019માં આર્ટિકલ -370 ખતમ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકી હિંસા અને પથ્થરમારાની ઘટનામાં ઘટાડો થયો છે. 8 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2019માં 157 આતંકવાદી ઠાર મરાયા હતા. 2020માં આ સંખ્યા વધીને 221 થઈ ગઈ. 2019માં આતંકવાદી હિંસાના 594 કેસ હતા, જે 2020માં ઘટીને 244 થઈ ગયા.2020માં પથ્થરબાજીની 327 ઘટના બની. 2019માં આવી 2009 ઘટના નોંધાઈ હતી.

    કાશ્મીરમાં 1987ના એક વિવાદીત ચૂંટણી પછી મોટા પાયે આતંકવાદી ઘટનાઓની શરૂઆત થઈ. આ આતંકીઓને પાકિસ્તાનનું સમર્થન મળ્યું. આ જ કારણે ઘાટીમાં હિન્દુ વિરોધી માહોલ બન્યો અને કાશ્મીરી પંડિતોએ હિજરત કરવી પડી છે. એક અંદાજ પ્રમાણે, ઘાટીમાં 50 હજાર મંદિર બંધ કરી દેવાયા હતા. 2019માં કેન્દ્ર સરકારે તેને ફરી ખોલાવવાની જાહેરાત કરી હતી.


Download Our B K News Today App



Related News