કેસરપુરા જામળા ત્રણ રસ્તા પરથી દારૂ ઝડપી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 13:15:41
  • Views : 421
  • Modified Date : 2019-11-19 13:15:41


સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ  અધિક્ષક ચેતન્ય રવિન્દ્ર મંડલીકે  એલ.સી.બી. ટીમને આપેલ સુચના આધારે  વી.આર.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,  ખેડ ગામ તરફથી ખેડતસીયા રોડ ઉપર થઇ એક સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી નં. જીજે ૦૧ એચ.ઈ. ૯૨૩૩ માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી અને ગાંભોઇ હિંમતનગર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે જાંબુડી પાટીયા નજીક રોડ ઉપર આડશ મુકી નાકાબંધી કરી આવતા  જતા વાહનો ઉપર વોચમાં રાખી હતી. તે દરમ્યાન ગાંભોઇ તરફથી સિલ્વર કરલની સેન્ટ્રો ગાડી આવતા તે ગાડીને  રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે નાકાબંધી તોડી રામપુર ગામમાંથી ભાગવા લાગ્યો હતો. પોલીસે  પીછો કરી સેન્ટ્રો ગાડી કાણીયોલ ગામમાંથી કેસરપુર જામળા ત્રણ રસ્તા આગળ થોડેક દુર ગાડી ઉભી રાખી ગાડીનો ચાલક અને તેની સાથે બાજુની સીટ ઉપર બેસેલ માણસ ગાડી મુકીને ભાગવા લાગ્યા હતા. ત્યાર બાદ પોલીસે  પીછો કરી ગાડીના ચાલકને પકડી પડયો હતો. અને એક માણસ ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તાપસ કરતા ગાડીની અંદરથી  ભારતીય બનાવટનો ઇગ્લીંસ દારૂ બોટલ નંગ -૧૨૬ કિં.રૂ. ૩૧,૫૦૦/-  સેન્ટ્રો ગાડી નં. જી.જે. ૦૧ એચ.ઈ. ૯૨૩૩ની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૨,૦૦૦  મળી કુલ ૨,૩૩,૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી વૈષ્ણવ મનોજકુમાર રામજીભાઇ ઉ.વ.૩૪ રહે.વડલા વાળી ચાલી, જૈન દેરાસર પાસે, નગરી મિલની સામે, પોપટીયા વડ, ગોમતીપુર, રખીયાલ, અમદાવાદ વાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


Download Our B K News Today App



Related News