વડગામના ડાલવાણામાં જેટકો કંપનીની લાઇન નાખવામાં જમીનનું વળતર ઓછું મળતાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 11:30:38
  • Views : 395
  • Modified Date : 2020-02-27 11:30:38

વડગામ તાલુકાના ડાલવાણા ગામથી પિલુચાં નજીક જેટકો લાઇન નાખવામાં ખેડૂતોને જમીનનું વળતર ઓછું મળતાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ લાઈનના અધિકારીઓ કોન્ટ્રાકટરને સાચવીને ખેતરમાં થાંભલા નાંખવા માટે ખેડૂતોને  દબાણ કરતા હોવાની રાવ ઉઠવા પામી છે.
વડગામ તાલુકાના ડાલવાણા ગામથી પિલુચા જતા રસ્તામાં જેટકો કંપનીનું સબ સ્ટેશન આવેલું છે. ત્યારે આ સબ સ્ટેશનને જોડવા માટે મંડાલીથી ડાલવાણા ૬૬ કેવી લાઈન જેટકો કંપની દ્વારા નાંખવાનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે જેટકો લાઇન નાંખવામાં ખેડૂતો ને જમીનનું વળતર ઓછું મળતાં રોષ ફેલાયો હતો. ત્યારે અગાઉ પાવર ગેટની લાઇનના ખેડૂતોને જમીનની જંત્રી પ્રમાણે ૫૬૦ રૂપિયા મળ્યા હતા.  આ જેટકો કંપની ગામની જંત્રી પ્રમાણે ખાલી ૩૨ રૂપિયા મળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જાય છે જેને લઇને ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા વિચાર્યુ હતું. ત્યારે એક ખેડૂતે આ ૬૬કેવી જેટકો કંપની દ્વારા જે લાઇન નાંખવામાં આવે છે તે અંગે જણાવ્યું હતું કે આ લાઇન નાંખનાર કોન્ટ્રાકટરના મજુરો કોઈપણ સેફટી વગર કામ કરી રહ્યા છે હેલ્મેટ નથી
પહેરતા સૂઝ નથી પહેરતા અને બેદરકારી રીતે કામ કરી રહ્યા છે. ત્યારે જેટકો કંપનીના અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર રહેમ નજર રાખી થાંભલા ઊભા કરવા માટે ખેડૂતો ઉપર દબાણ કરી રહ્યા છે. ત્યારે આ થાંભલા નાંખવાથી જે થાંભલો આવ્યો હશે તે  ખેડૂતને કોઈપણ પ્રકારની તે જમીનમાં  ખેતી થતી નથી અને એ જમીન ખેડૂત માટે કોઈ કામની રહેતી નથી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ગૌચર જમીનમાં થાંભલા ઊભા કરવા માટે વન વિભાગની મંજુરી લીધા વગર આડેધડ વૃક્ષો કાપી નાખ્યા છે અને કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી છે ત્યારે આ અંગે ડાલવાણા રણછોડપુરાના ખેડૂત અમરસિંહે જણાવ્યું હતું કે આ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને  સાચવતા તે  પોતાની મનમાની ચલાવી અને ખેડૂતોને જમીનનું ઓછું વળતર આપી થાંભલા  નાંખવા માટે ખેડૂતો પણ દબાણ કરીને કોન્ટ્રાક્ટરને સાચવી રહ્યા છે. ત્યારે જ્યાં સુધી અમને અમારી જમીનનું પૂરું વળતર નહીં મળે ત્યાં સુધી અમે અમારી જમીનમાં થાંભલા ઊભા નહીં કરવા દઈએ અને કોઈપણ પ્રકારની લાઇન નહીં ખેંચવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News